કોરોનાં વાયરસનાં કારણે દુનિયાનાં ટોપ-5 સૌથી વધારે સંક્રમિત દેશોમાં રહેલા દક્ષિણ કોરિયાએ કોરોના સામે લડાઈનો નવો રસ્તો દેખાડ્યો છે. ગત મહિને 10 દિવસની અંદર કેસમાં ત્રણ ગણો વધારો થયો હતો અને એવું લાગી રહ્યું હતુ કે કોરિયામાં કોરોના ભયંકર તબાહી મચાવશે. આ વાયરસ ધાર્મિક બેઠોકોથી નીકળ્યો હતો ત્યારબાદ તેના આયોજકોએ 2.12 લાખ સભ્યોનાં નામ અને મહત્વપૂર્ણ સૂચના સાર્વજનિક કરવાનો નિર્ણય લીધો હતો.
દક્ષિણ કોરિયામાં 8,799 લોકો સંક્રમિત મળી આવ્યા
25 ફેબ્રુઆરીનાં થયેલા આ કરાર બાદથી લઇને અત્યાર સુધી 3.2 લાખ લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જે દક્ષિણ કોરિયામાં આના પ્રસારને રોકવા માટે સૌથી કારગર મનાય છે. દક્ષિણ કોરિયામાં 8,799 લોકો સંક્રમિત મળી આવ્યા છે અને 104 લોકોનાં મોત થયા છે. ચીનની બહાર દક્ષિણ કોરિયા એવો દેશ હતો જ્યાં કોરોનાનાં કેસ સૌથી ઝડપી વધી રહ્યા હતા, પરંતુ કોરિયાની પ્રતિક્રિયાએ આના પર કાબૂ મેળવી લીધો. તો ચીનની બહાર આ વાયરસ યૂરોપમાં સૌથી વધારે ફેલાયેલો છે.
વધુમાં વધુ લોકોનાં ટેસ્ટિંગ પર ધ્યાન આપવામાં આવ્યું
કોરિયાનાં ઉપાયોની તુલના અમેરિકા અને યૂરોપીય દેશોથી કરવામાં આવી રહી હતી. અહીં કોઈ લોકડાઉન નહોતુ, કાર્યસ્થળ ખુલ્લા છે. સ્કૂલો પણ એપ્રિલની શરૂઆતમાં ખુલી જશે. સીડીસી વધુમાં વધુ લોકોનાં ટેસ્ટિંગ પર ધ્યાન આપી રહી છે. કોરિયાનાં ડાગૂ શહેરમાં ચર્ચનાં સભ્યોનું સૌથી પહેલા ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું અને પછી એ લોકોનું જે તેમના સંપર્કમાં આવ્યા હતા. કોરિયાનાં અનુભવોએ બતાવ્યું કે મહામારીને કઇ રીતે રોકી શકાય છે.
અમેરિકા પર દક્ષિણ કોરિયા પર ઓવારી ગયું
ખુદ અમેરિકાનાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનાં ચીફે માન્યું છે કે દક્ષિણ કોરિયાએ જે પ્રભાવી રીતે મહામારીને રોકવા માટે પગલા ઉઠાવ્યા છે તે કોઈએ નથી ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે કોરિયાએ વ્યાપક સ્તર પર ટેસ્ટિંગ કર્યું. જેમાં અનુભવી સ્વાસ્થ્યકર્મીઓનો સાથ મળ્યો. તેમણે કહ્યું કે, “અમેરિકાએ દક્ષિણ કોરિયા પાસેથી શીખ લેવા જેવી છે.” દક્ષિણ કોરિયામાં દરરોજ 20 હજાર લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું.