સીઉલ : દક્ષિણ કોરિયાના નવ-નિર્વાચિત પ્રમુખ યૂન-સુક-યેઑલે તેમના પ્રમુખ પદની કાર્યવાહી મધરાતે એક પરમાણુ-શસ્ત્ર-પ્રતિરોધક-બંકરમાંથી શરૂ કરી હતી.પ્રમુખ તરીકે તેઓ જોઈન્ટ-ચીફસ-ઑફ-સ્ટાફના કમાન્ડર-ઈન-ચીફ પણ છે, તે યાદ છે.આમ છતાં ઉત્તર કોરિયાનાં પરમાણુ-શસ્ત્ર-હુમલાની ભીતિથી તેઓની પ્રેસિડેન્શ્યલ ઓફિસની નીચે જ તૈયાર કરાયેલા પરમાણુ-શસ્ત્ર-વિરોધી-બંકરમાંથી તેમને કાર્યવાહી શરૂ કરવી પડી હતી.આ પછી થોડા કલાકો બાદ સીઉલ-સ્થિત-નેશનલ-એસેમ્બ્લીમાં યોજાયેલા સમારોહમાં વિધિવત શપથ લીધા હતા.
આ શપથ વિધિમાં તેઓએ જણાવ્યું હતું કે, ”હું જનતા સમક્ષ શપથ-પૂર્વક ઘોષિત કરું છું કે, હું પ્રમુખ તરીકેની મારી ફરજો નિષ્ઠાપૂર્વક બજાવીશ.” આ પછી તેઓએ ઉત્તર કોરિયા પ્રત્યે કઠોર-વલણ લેવાનું પણ જણાવ્યું હતું.
આમ છતાં તેઓએ ઉત્તર કોરિયા સાથે મંત્રણાનાં દ્વાર ખુલ્લાં હોવાનું કહેતા જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાનાં અર્થતંત્રને મજબૂત કરવા માટે મારી પાસે બહુ-સારી-યોજના છે પરંતુ તે ત્યારે જ રજૂ થઈ શકે કે જ્યારે તે સંપૂર્ણ રીતે પરમાણુ શસ્ત્રોનો ત્યાગ કરે.પ્રમુખ તરીકેનાં સંસદને કરેલા તેઓના સૌથી પહેલા સંશોધનમાં આ પ્રમાણે જણાવતા યૂન-સુક-યેઑલે સ્પષ્ટત: કહ્યું હતું કે, ”ઉત્તર-કોરિયા”નો પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ માત્ર આપણી સલામતી માટે જ જોખમ-કારક નથી પરંતુ સમગ્ર ઉત્તર-પૂર્વ એશિયા માટે પણ ભયરૂપ છે. આમ છતાં મંત્રણા માટેનાં અમારા દ્વાર તો ઉત્તર કોરિયા માટે સદાયે ખુલ્લાં જ છે.
૬૧ વર્ષના યૂન માર્ચ મહિનામાં કસોકસની પ્રમુખપદની ચૂંટણીમાં વિજયી થયા હતા. તેઓ તેમના જમણેરી પક્ષ ”પીપલ્સ પાવર પાર્ટી”ના ધ્વજધારક છે.રાજકારણમાં સક્રિય બનતા પૂર્વે તેઓએ એક વકીલ તરીકે સારી ખ્યાતિ મેળવી હતી.


