બારડોલી : દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના 42 ક્ષેત્ર પૈકી 22 ક્ષેત્રમાં ગ્રીષ્મ બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ મળીને 2500 જેટલા બાળકોએ ગ્રીષ્મ બાળ શિબિરનો લાભ લીધો હતો.દરેક બાળકમાં સંસ્કાર સિંચન,વિચારોમાં ભિન્નતા,સારા મૂલ્યો,વ્યતિત્વ વિકાસ તેમજ શિસખનની દ્રષ્ટિએ વિકાસ થાય તેવી પ્રવૃતિઓ બાળકોને કરાવવામાં આવી હતી.સંસ્થાના દરેક પ્રતિનિધિઓ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.દરેક તાલુકા સંયોજકોએ તાલીમ લીધા બાદ પોતપોતાના ક્ષેત્રોમાં 22 જેટલી ગ્રીષ્મ બાળશિબિરોની અંદર પોતાની ભૂમિકા ભજવી બાળકના જીવન ઘડતરમાં તેમજ બાળકના સર્વાંગી વિકાસમાં આ શિબિરનું મહત્વ સમજાવ્યું હતું.


