સુરતમાં લઘુત્તમ ૧૮ અને મહત્તમ ૩૨ ડીગ્રી તાપમાન
સુરત, તા.૨૨
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં નોધપાત્ર ફેરફાર સર્જાયો છે. રાત્રિના સમયે ઠંડો પવન ફુંકાય છે. જ્યારે દિવસે બળબળતા તાપનો સામનો કરવાની ફરïજ પડી રહી છે. આગામી દિવસોમાં ઉત્તર દિશાથી પવન ફુંકાવવા છતાં ગરમીનો પારો વધે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૨.૬ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૮.૨ ડીગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭.૬ મિલીબાર નોધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાઈ રહ્ના છે.
નવસારીમાં અધિકતમ તાપમાન ૩૧.૫ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૫.૫ ડીગ્રી નોîધાયું છે. સવારે ભેજનું પ્રમાણ ૯૪ ટકા જેટલુ થતા ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ઠંડકનો અનુભવ થયો હતો.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી રાત્રે ઠંડો પવન ફુંકાઈ રહ્ના છે. જ્યારે દિવસ દરમ્યાન ગરમીનો અનુભવ થાય છે. આગામી દિવસોમાં તાપમાન વધે તેવી શક્યતા છે. શિયાળો પુરો થતા હવે ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે. ઉત્તર દિશાથી હાલ ઠંડો પવન ફુંકાય છે. પરંતુ ઉત્તર ભારતમાં પણ હવે ઠંડીનું પ્રમાણ ઘટવા માંડ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં રાત્રિ સમયે ઠંડી અને દિવસે બળબળતો ઉનાળો
Leave a Comment