સુરત : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોથી લહેરમાં કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. તેવા સમયે દક્ષિણ ગુજરાતમાં લેપ્ટો.ના દર્દીને શોધવા ગયેલી ઓરોગ્યની મેડિકલ ટીમએ ૧૨૧૭૧૨૭ ઘરમાં જઈને સર્વે કરતા તાવના ૧૮૫૮૯ વ્યક્તિઓ મળી આવ્યા હતા. પણ અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસીસ એક પણ કેસ નોંધાયો નહિ હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસા તુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ હાહાકાર મચાવે છે.જોકે લેપ્ટો.નું નામ સાંભળી ખેત મજુરો ગભરાય છે.જયારે ગત વર્ષ ૨૦૨૧માં દક્ષિણ ગુજરાતમાં લેપ્ટો.માં કુલ ૧૯ દર્દી પૈકી ૩ વ્યકિતના મોત થયા હતા.જેમાં સુરત જીલ્લામાં ૮ પૈકી ૩ દર્દીના મોત નીંપજયા હતા.આર.ડી.ડી ડો. આર.એમ જેસવાની માર્ગદર્શન હેઠળ લેપ્ટોસ્પાયરોસીસ પર નિયંત્રણ માટે એપિડેમિક ઓફિસર ડો.કેતનભાઈ પરમાર માર્ગદર્શનથી આરોગ્ય વિભાગની મેડીકલ ટીમ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘરે જઈને કર્મચારીઓએ ૧૫ જુનથી અત્યાર સુધીમાં ૧૨૧૭૧૨૭ ઘરોમાં જેવી સર્વે કરવામાં આવ્યું હતું.
જેમાં તાવની બિમારીથી પિડાતા ૧૮૫૮૯ વ્યક્તિઓને આરોગ્ય વિભાગની મેડિકલ ટીમ દ્વારા દવા આપી સારવાર આપવામાં આવી હતી.જેમાં જરૃર હોય એવા કેટલાક વ્યક્તિના કોરોનાના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે સુરતમાં તાવના ૫૩૭૮,તાપીમાં ૧૦૦૪,નવસારીમાં ૯૩૭૮,વલસાડમા ૨૮૨૯ મળી કુલ ૧૮૫૮૯ કેસ મળી આવ્યા હતા.જોકે મહત્વની વાત તો એ છે કે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં લેપ્ટોસ્પાયરોસિસનો એક પણ કેસ નહી નોંધાતા આરોગ્ય તંત્રમાં મારે રાહત અનુભવી રહ્યા છે. જોકે સર્વે કામગીરીના લીધે તમામ જીલ્લામાં લેપ્ટો.ના કેસમાં ખાસો ધટાડો થયો છે.

