દિલ્હીની બોર્ડર ઉપર 27 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે.ત્યારે જહાંગીરપુરા ખાતે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે આજે પ્રતિક ઉપવાસ કરી આંદોલન કરતા ખેડૂતોને સમર્થન આપ્યું છે.આ સાથે આંદોલનમાં શહિદ થયેલા આંદોલનકારીઓએ શ્રદ્ધાંજલી પાઠવી છે.
ઉપવાસ આંદોલનમાં જોડાવા અપીલ કરી
જે ખેડૂતો દિલ્હી સુધી આંદોલનમાં જોડાઈ શકે તેમ નથી તેઓ આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પોતાની ઘરે કરીને આ આંદોલનમાં પોતાની એક જોડતા અને સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે.દિલ્હીના અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિએ દેશવ્યાપી એક દિવસના પ્રતિક ઉપવાસનું એલાન કરવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકારે બનાવેલા તને કાયદાઓ આખા દેશના ખેડૂતોને લાગુ પડવાના છે તો ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના કન્વીનર ડાયાભાઈ ગજેરા તથા જયેશભાઈ પટેલે ઉપવાસ આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી.
5 લાખ પત્રિકા વિતરણ કરી
ગુજરાત ખેડૂત સમાજના આગેવાનોએ એક દિવસના પ્રતિક ઉપવાસ કાર્યક્રમ યોજ્યો છે.આ અંગે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલ જણાવે છે કે,ગાંધી ચીંધ્યા માર્ગે કોરોનાની ગાઈડલાઈનનું પાલન સાથે એક દિવસીય પ્રતિક ઉપવાસ કરી વિરોધ નોંધાવી રહ્યા છીએ.જે જહાંગીરપુર જીન પરીસરમાં ખાનગી પ્રિમાઈસીસમાં છે.જયારે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ જણાવે છે કે, 5 લાખ પત્રિકા વિતરણ કરી છે અને લોકોને પ્રતિક ઉપવાસમાં જોડાવા અપીલ કરાઈ છે.


