By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકે તો 500 કરોડનુ નુકસાન થવાની ભીતિ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકે તો 500 કરોડનુ નુકસાન થવાની ભીતિ
GeneralGujarat NowSouth Gujarat

દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકે તો 500 કરોડનુ નુકસાન થવાની ભીતિ

HM News
Last updated: 28/05/2020 7:21 AM
HM News
6 years ago
Share
SHARE

સુરત : આગામી 3 અને 4 જુનના રોજ દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.વાવાઝોડાની આગાહીના પગલે ખેતરોમાં કાપણી માટે પડેલો ડાંગર નો ૭૦ ટકા પાક અને બાગાયતી પાકોને પણ નુકશાન થવાની ભીતિ ખેડૂત આલમમાં સેવાઈ છે.જો દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકે તો આશરે 500 કરોડનું નુકશાન ખેડૂતોને સહન કરવાનો વારો આવી શકે છે. જ્યાં વાવાઝોડા ની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વાવાઝોડું ફરી ગુજરાતના કાંઠા વિસ્તારોને ધમરોળે તેવી સ્થિતિ ઉભી થઈ છે.આગામી ચાર-પાંચ દિવસોમાં વાવાઝોડું સુરતમાં ટકરાય તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં બની રહેલી સાઈક્લોનિક સિસ્ટમને કારણે 4 જુનની આસપાસ ટકરાય સુરતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે.સુરત જિલ્લાના અનેક વિસ્તારો વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાને કારણે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.ત્યારે સુરત પર ચક્રવાતના નુકસાનની મોટી ભીતિ સેવાઈ રહી છે.ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તલ, કેરી, ડાંગરના પાકને રૂપિયા 500 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ચક્રવાત સુરત તરફ ન ત્રાટકે તે માટે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.

કેરળથી દુર અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે,જે વાવાઝોડું સક્રિય થયા બાદ દક્ષિણ ગુજરાત પર ત્રાટકી શકે છે.જે આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત પર જો વાવાઝોડું ત્રાટકશે તો તેની સીધી અસર ડાંગર સહિત બાગાયાતી પાકો પર થઈ શકે છે.જેને લઈ ખેડૂત આલમ ચિંતામાં સરી પડ્યો છે.દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ ડેલાડે જણાવ્યું છે કે વાવાઝોડુ અને ગાજવીજ સાથે જો વરસાદ પડે તો ખેતરમાં કાપણી માટે રહેલ ૭૦ ટકા ડાંગરના પાક ને નુકશાન થઈ શકે છે.સાથે જ બાગાયાતી પાકોને પણ નુકશાન થવાની ભીતિ છે. જેમાં કેરીના આશરે 200 કરોડના પાકને પણ મોટું નુક્શાન થવાની ભીતિ છે.કોરોનાની મહામારીના કારણે કેરીનો મોટાભાગનો પાક હજી પણ આંબા પર છે,જે ઉતારી શકાયો નથી.જેથી દક્ષિણ ગુજરાત પર વાવાઝોડાની અસર વર્તાઈ તો ખેડૂતોને 500 કરોડનું નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે. વાવાઝોડાની અગાહીને ટાળવા ખેડૂતો હાલ કુદરત પાસે પ્રાર્થના કરી રહ્યાં છે.

જયેશ ડેલાડે જણાવ્યું કે,હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ ડાંગર અને તલના પાક ઉભા છે.70 ટકા કેરીઓ હાલ ઝાડ પર છે,જે ઉતારવાની બાકી છે. ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનો પાક દક્ષિણ ગુજરાતમાં થાય છે.દક્ષિણ ગુજરાતના ખેતરોમાં હાલ ડાંગરનો પાક ઉભો છે.હાલ ડાંગર કાપવાનું કામ ચાલુ છે,જો આવામાં વરસાદ પડે તો ઢોરને પાક ખવડાવી દેવો પડે.હાલ દક્ષિણ ગુજરાતમાં ડાંગર કપાવવા માટે 1 થી 2 કિલોમીટર લાંબી લાઈનો લાગેલી છે.પ્રાંતની અડધી ડાંગર કપાઈ ગઈ છે,અડધી બાકી છે.તો બીજી તરફ,લોકડાઉનને કારણે ડાંગર કાપવા માટે મજૂરોની પણ અછત છે.તો સાથે જ કપાયેલી ડાંગર ગોડાઉનમાં મૂકવાની બાકી છે, જો અધવચ્ચે તે બગડી જવાની શક્યતા છે.

ડાંગર કાપવા માટેના મજૂરો મહારાષ્ટ્રમાંથી આવે છે,જેઓ હાલ લોકડાઉનને કારણે આવ્યા નથી.તો સાથે જ તલનો પાક પણ તૈયાર છે.જે કાપવાનો બાકી છે.તલને કાપીને સૂકવવા પડે છે,જો વરસાદ પડે તો તલનો પાક પણ બગડી જાય.આવામાં વાવાઝોડું ત્રાટકે તો ખેડૂતોને મોટુ નુકસાન જાય તેવી સ્થિતિ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ !
Next Article મહાપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી પાછી ઠેલવા ભાજપના ધમપછાડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up