– 3.58 લાખનો મુદ્દામાલ કબજે, 2 વોન્ટેડ
દમણ : દમણથી કારમાં દારૂ ભરી સુરત જતા બે આરોપીની વાપી પોલીસે કોપરલી ચારરસ્તા પાસેથી ધરપકડ કરી કુલ રૂ.3.58 લાખનો મુદ્દામાલ કબજે લઇ માલ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.વાપી ટાઉન પોલીસે રવિવારે પેટ્રોલીંગ દરમિયાન કોપરલી ચારરસ્તા ઉપર દમણ તરફથી રેલવે ઓવરબ્રીજ થઇને આવતી અર્ટિગા કારને અટકાવી અંદર ચકાસણી કરતા સીટ નીચેથી અને ડીકીના ભાગેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આરોપી ચાલક પ્રદીપસિંહ જવરસિંગ પરમાર રહે.દલવાડા દમણ અને ક્લીનર સુલતાન ઇદુ શેખ રહે.વિજલપોર નવસારી ને પકડી પાડી પોલીસે રૂ.57,000નો દારૂ, બે ફોન કિં.રૂ.1500 તથા કાર મળી કુલ રૂ.3,58,500નો મુદ્દામાલ કબજે લઇ માલ ભરાવનાર શિવ ઉર્ફે શિવમ રહે.મોટી વાંકડ દમણ તથા માલ મંગાવનાર સાગર રહે.કડોદરા સુરત ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


