By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દમણના ખાન પરિવારની કાર પલસાણા કરણ નહેરમાં ખાબકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દમણના ખાન પરિવારની કાર પલસાણા કરણ નહેરમાં ખાબકી
GeneralSouth Gujarat

દમણના ખાન પરિવારની કાર પલસાણા કરણ નહેરમાં ખાબકી

HM News
Last updated: 16/12/2021 10:34 AM
HM News
4 years ago
Share
SHARE

અંધારામાં ધસમસતા પ્રવાહમાં 2 કલાક સુધી પરિવારના 5 સભ્યો કાર પર બેસી રહ્યા

દમણ : અંકલેશ્વરના ખાન પરિવારના 5 સભ્યો સોમવાર મળસ્કે સ્વિફ્ટ ગાડીમાં દમણ જઇ રહ્યા હતા.ત્યારે પલસાણા તાલુકાના કરણ ગામની હદમા નેશનલ હાઇવ 48 ની બાજુમાં આવેલ મેઈન કેનાલમાં ગાડી ખાબકી હતી.મોડી રાત્રીએ ગાડીમાં પરીવારના પાંચ સભ્યો પાણીમાં ગરકાવ થતાં હતા ત્યારે સભ્યો ચિચિયારીઓ પાડી હતી.જે નજીકથી પસાર થતા લોકોએ સાંભળી નજીકથી પોલીસને જાણ કરી હતી.પોલીસે ફાયર રેસ્ક્યુને જાણ કરતા ડીંડોલી ફાયરની ટીમે ગાડીમાંથી તમામ સભ્યોને બહાર કાઢી દેતા મોટી જાનહાની ટળી હતી.

ઘટના સ્થળેથી મળતી માહીતી અનુસાર અંકલેશ્વરથી સોમવારના રોજ મોડી રાત્રીના દમણ પોતાની ગાડી નંબર (DN -09 H-1599)માં અજીમ ખાન (50),તેમની પત્ની સુમૈયાખાન(43),દીકરી સ્વેથા ખાન(21)આલીયા ખાન(20)તથા ફાહીમખાન(18)નાઓ જવા માટે નીકળ્યા હતા.ત્યારે આશરે મળસ્કે 1:30 વાગ્યાના અરસામાં ને.હા.48 પર પલસાણા તાલુકાના ચલથાણ ગામનો રેલવે બ્રિજ પસાર કરી સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.સર્વિસ રોડ પર નહેરનું પુલનું બાંધકામ બાકી હોવાના કારણે ત્યાં કોઈ દિશા સૂચક બોર્ડ નહિ મુકવાના કારણે ચાલક કઈ સમજે એ પહેલાં જ  ગાડી અચાનક નહેરમાં ખાબકી હતી.જેને કારણે ગાડી સહીત પરીવારના તમામ સભ્યો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.નહેરમાં પાણીનો ધસમસતા પ્રવાહ પણ વધુ હોવાથી પરીવાર ગાડીમાંથી નીકળે તો પાણીના પ્રવાહમાં તણાઇ જવાનો પણ ભય હતો,જેને લઇ પરીવારના સભ્યોએ પાણીની અંદરથી માથુ બહાર કાઢી બચાવ બચાવની બુમો પાડતા ત્યાંથી પસાર થતા લોકો દોડી આવ્યા અને ત્યાંથી પસાર થતા કડોદરા પોલીસના GRD જવાનને જાણ કરી હતી. તરત જ કડોદરા પોલિસની નાઈટ પેટ્રોલિંગની ટીમ પણ સ્થળ પર આવી હતી,અને ઘટનાની જાણ ફાયર રેક્સ્યુની ટીમને કરી હતી જે દરમિયાન સુરત શહેરની ડીંડોલી ફાયર બ્રીગેડની રેસ્ક્યુ ટિમ તાત્કાલીક ઘટના સ્થળે આવી કારમાં ફસાયેલા ખાન પરીવારના તમામ સભ્યોને એકબાદ એક સહી સલામત બહાર કાઢી ક્રેન કરીને કારને નહેરની બહાર કાઢી હતી ઘટનાની જાણ નજીકના ગામોમાં થતા મળસ્કે પણ લોકોનું ટોળું ઘટના સ્થળે દોડી આવ્યું હતું.

સુરત કાપડ બજારમાં 40-50 ટકા હાજરી વચ્ચે વેપારીઓએ કામકાજ શરૂ કર્યા
સાવધાન ! હવે ગેમિંગની આડમાં ‘જેહાદ ગેમ’ : પ્રયાગરાજમાં સગીરે તોડી જનેઉ, પઢવા લાગ્યો નમાજ …
કામરેજમાં બ્રાંડેડ દારૂની બોટલમાં હલકી કક્ષાનો દારૂ ભરી વેચાણ કરવાના નેટવર્કનો પર્દાફાશ
બોગસ બિલિંગનો આંકડો 9,750 કરોડ, ક્રેડિટ લેનારાઓમાં અમદાવાદના 9 જેટલા સોનીઓ હોવાનું તપાસમાં થયો ખુલાસો
સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI એ કર્યો આપઘાત
Share This Article
Facebook Email Print
Previous Article રસ્તા, પાણી અને ગટરની પ્રાથમિક સુવિધા નહીં મળતા કડોદના સોની ફળીયાના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે
Next Article પંચમહાલમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની દુર્ઘટનામાં બે કામદારોના મૃત્યુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up