દમણની ખેમાણી ગ્રુપ સહિત અન્ય ડિસ્ટિલરીઝમાં મુંબઇ CBI અને GST-ITનું સયુંકત સર્ચ ઓપરેશન

HM News
2 Min Read

– મહારાષ્ટ્રમાં એક્સાઈઝ વિનાનો મોટા પ્રમાણમાં દારૂ જતા ફરિયાદ ઉઠી હતી

દમણ : સંઘપ્રદેશની જાણીતી ખેમાણી ગ્રુપ સહિત અન્ય ડિસ્ટિલરીઝમાં બુધવારે એક સાથે મુંબઇ સીબીઆઇ અને જીએસટી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતા ફફડાટ ફેલાયો છે.સૂત્રોના જણાવ્યા મુજબ દમણથી મોટાપ્રમાણમાં દારૂનો જથ્થો મહારાષ્ટ્રમાં ઠલવાતો હોવાની ફરિયાદ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની ચર્ચા ચાલી છે.દમણના ખેમાણી ગ્રુપની કચીગામ સ્થિત દારૂનું ઉત્પાદન કરતી ખેમાણી ડીસ્ટલરી સહિત અન્ય ડિસ્ટિલરીઝમાં બુધવારે બપોરના સુમારે મુંબઈ સીબીઆઈ અને જીએસટી વિભાગ દ્વારા ઓચિંતો છાપો માર્યો હતો.

ખેમાણી ગ્રુપ સહિત પ્રદેશમાં આવેલી અન્ય નાની મોટી ડિસ્ટિલરીઝમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 4થી 5 કારમાં આવેલા અધિકારીઓની ટીમે કંપનીમાં જરૂરી તપાસ કરી આવક જાવકનાં દસ્તાવેજોની ફાઈલોની ચકાસણી કરી હતી.સ્થાનિક એક્સાઈઝ વિભાગનાં અધિકારીઓને પણ બોલાવી ફાઈલો ચકાસી હતી.બપોરથી ચાલી રહેલી કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલી હતી.ખેમાણી સિવાય અન્ય ડીસ્ટલરીઓ ઉપર પણ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી એવું જાણવા મળ્યું છે.

દાનહ એક્સાઇઝે 13 વાઇનશોપ અને બારના લાયસન્સ ફ્રીઝ કર્યા

સંઘપ્રદેશ દાનહ એક્સાઇઝ વિભાગ દ્વારા ગત અઠવાડીયામાં પીપરીયાના એક વાઇનશોપના લાયસન્સ રિન્યુ માટે નજીકમાં આવેલા મહાદેવ મંદિરની મુર્તિને હટાવવાનો વિવાદ વકર્યો હતો.ત્યારબાદ અચાનક સફાળુ જાગેલુ એક્સાઇઝ વિભાગે પ્રદેશના 13 વાઇનશોપ સામે લાયસન્સ રિન્યુ પ્રક્રિયા સંદર્ભે ખાનવેલ અને આજુબાજુના વિસ્તારના વાઇનશોપ અને બારો સામે લાયસન્સ ફ્રીજ કરવામા આવ્યા છે.જેથી વાઇનશોપ અને બારના માલિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.દમણની ડિસ્ટલરીઓમાં જી.એસ.ટી.,ઇન્કમટેક્સ અને સી.બી.આઈ.એ દરોડા પાડ્યા છે.જેમાં દમણની નામાંકિત ડિસ્ટલરીઓમાં દરોડા પડતા ટેક્સચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ડુપ્લીકેટ દારૂ અને ટેક્સ ચોરી મામલે ત્રણેય એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

દમણની દારૂ પેદાશ બનાવતી કંપનીઓમાં જી.એસ.ટી,ઇન્કમટેક્સ અને સી.બી.આઈ.ના અધિકારીઓએ તપાસ હાથ ધરી ટેક્સ ચોરી મામલે તમામ એજન્સીઓનું સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.ખાનગી સૂત્રો પાસેથી મળતી માહિતીઓ મુજબ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાય સમયથી ડુપ્લીકેટ દારૂની બુમરાડ મચી હતી.જેની મહારાષ્ટ્ર વાઈન શોપ એસોસિયેશનની ફરિયાદને લઈને ડુપ્લીકેટ દારૂ અને ટેક્સ ચોરી મામલે દમણની ખેમાણી તથા રોયલ ડિસ્ટલેરી અને જુપીટર ડિસ્ટલેરીમાં ત્રણેય એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *