વલસાડ,11 જૂન : વલસાડ દમણની બોર્ડર ખુલતાની સાથે ગુજરાતમાં દારૂના ખેપિયાઓએ મહુરત કર્યું છે.વલસાડ રૂરલ પોલીસે બાતમી આધારે એક છોટાહાથી ટેમ્પોને ઝડપી પાડ્યો છે.જોકે,ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો છે. જેથી પોલીસે ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે.વલસાડ રૂરલ પોલીસે દમણનો ઇ પાસ ધરાવતા ટેમ્પોમાં ચોરખાના સાથે એક ટેમ્પો રૂરલ પોલીસે સુગર ફેક્ટરી બ્રિજ ઉતરતા બાતમીના આધારે ટેમ્પો ઝડપી પાડ્યો હતો.ટેમ્પો ચાલક પોલીસને જોઈને ટેમ્પો બિનવારસી મૂકીને ફરાર થઈ ગયો હતો.વલસાડ રૂરલ પોલીસે 15 હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.છોટાહાથી ટેમ્પો ચાલકને વોન્ટેડ બતાવી રૂરલ પોલીસે ગુનો દાખલ કર્યો છે.


