વલસાડ, 19 જૂન : લોકડાઉનમાં 75 દિવસ સુધી સંઘપ્રદેશ દમણ કોરોના વાયરસથી મુક્ત રહ્યા બાદ અનલોકમાં છેલ્લા 10 દિવસમાં જ કોવિંડ 19ના 22 કેસ નોંધાયા છે. મંગળવારે 5 કેસો આવ્યા બાદ ગુરૂવારે વધુ 10 કેસો આવતા સમગ્ર દમણ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે.ગુરૂવારે આવેલા 10 કેસો પૈકી 9 કેસો માત્ર એક કંપનીમાંથી જ નીકળ્યા છે.
—એક જ દિવસમાં 10 પોઝિટિવ અને 3 દિવસમાં 16 કેસો મળી આવ્યા.નાનકડા સંઘપ્રદેશ દમણમાં માત્ર ત્રણ દિવસમાં જ કોવિંડ 19ના 16 પોઝિટિવ કેસો મળ્યા છે. દમણના મોટાભાગના કેસો સ્થાનિક સંક્રમણના કારણથી આવ્યા છે. ગુરૂવારે દમણના ડાભેલ સ્થિત સેમ્પલ પેકેજિંગ કંપનીમાં ત્રણ દિવસ અગાઉ એક કામદારને પોઝિટિવ કેસ આવ્યો હતો. પોઝિટિવ દર્દીના હાઇરિસ્કમાં આવેલા અંદાજે 50 કામદારોને કોરોન્ટાઇન કરીને તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાંથી ગુરૂવારે 9 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જ્યારે નાની દમણના છપલી છેરીમાં રહેતા 53 વર્ષનો આધેડ નવસારીની એક હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. સારવાર બાદ તેઓ પરત ફર્યા હતા ત્યારે તેમને કોરોન્ટાઇન કરીને સેમ્પલ લેવાતા પોઝિટિવ નીકળ્યા છે. જ્યારે બુધવારે ઉત્તરપ્રદેશથી માતા પિતા સાથે આવેલી બાળકી કોરોના પોઝિટિવ નીકળોતા મરવડની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. દમણમાં હાલમાં કુલ 22 કોવિંદ 19ના કેસ એક્ટિવ હાલતમાં જોવા મળી રહ્યા છે. ગુરૂવારે દમણના કલેકટર ડો.રાકેશ મિન્હાસ તથા ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખે દમણના ચાર કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લઇને જરૂરી માહિતી મેળવી દિશા નિર્દેશ આપ્યા હતા.
—નવસારી સારવાર માટે ગયો હતો.નાની દમણના છપલી છેરીનો 53 વર્ષનો આધેડને કોઇ બિમારી હોવાથી નવસારીની હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરાયું હતું. ઓપરેશન બાદ તેઓ દમણ પરત ફરતા કોરોન્ટાઇનમાં તેમના સેમ્પલ લેવાયા હતા. બુધવારે જે પોઝિટિવ રિપોર્ટ આવતા મરવડ હોસ્પિટલમાં ખસેડાયો છે.
—ડાભેલની કંપની બંધ કરાવી દેવાઈ. દમણમાં કોવિંડ 19ના કુલ 22 પૈકી મોટાભાગના કેસો ડાભેલ વિસ્તારમાંથી નીકળ્યા છે. ગત રોજ સમગ્ર ડાભેલ વિસ્તારમાંથી કામદારોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે ગુરૂવારે એક જ કંપનીમાંથી 9 પોઝિટિવ કેસ મળતા કંપનીને પ્રશાસને બંધ કરી દીધી છે.
—ચાર કન્ટેઇનમેન્ટ ઝોનને સંપૂર્ણ સીલ કોવિંડ 19ના એપી સેન્ટર ગણાતા ડાભેલ ગ્રા પંચાયત, નાની દમણના ખારીવાડ સ્થિત નૂર એપાર્ટમેન્ટ, દિલિપ નગરની દિલિપ એમ્પાયર ટાવર અને દુનેઠા સ્થિત આદર્શ નગર સોસાયટીને આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને સીલ કરી દેવાયા હતા.
8 વર્ષની બાળકી પરિવાર સાથે UPથી આવી હતી. બુધવારે દમણમાં એકમાત્ર 8 વર્ષની બાળકીનો પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. આ બાળકી તેમના પરિવાર સાથે યૂપીથી આવી હતી. તમામ પરિવારને ઇન્સ્ટીટયુટ કોરોન્ટાઇન કરીને સેમ્પલ લેવાયા હતા જેમાંથી બાળકી પોઝિટિવ આવી છે.
સેલવાસ ખાતે કોરોના પોઝિટિવનો વધુ 1 કેસ નોંધાતા કુલ 45 કેસ થયા છે જેમાં 14 રિકવર થઈ ઘરે ગયા છે. બુધવારે સેલવાસ ખાતે કુલ 5 કોરોના પોઝીટિવ કેસ આવ્યા હતા ગુરુવારના રોજ ગ્રીનવુડ એપાર્ટમેન્ટ કિલવણી નાકાનો 45વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો જેને કારણે સોસાયટી અને આજુબાજુના વિસ્તારને કંટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.એજ પ્રમાણે દાદરા ખાતે બે કંટાઈમેન્ટ ઝોન છે.પ્રદેશમાં હાલ 45 કેસ છે જેમાં 31 એક્ટિવ કેસ છે.