– 9 દર્દીને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસ 12 થયા
દમણ : દમણમાં મંગળવારે એક જ દિવસમાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે દાનહમાં નવા એક પોઝીટીવ કેસ મળ્યો છે.પ્રદેશમા હાલમાં 14 સક્રિય કેસ છે,અત્યાર સુધીમાં 1,653 કેસ રીકવર થયા છે.એક વ્યક્તિનુ મોત થયેલ છે. પ્રદેશમા 224 નમૂનાઓ લેવામાં આવ્યા હતા.દાનહમાં સેલવાસના પાટલિયા ફળિયામાં વિરાજ પેલેસને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.દમણમાં મંગળવારે ચાર કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા જેની સામે રાહતના સમાચાર એ રહ્યા હતા કે,આજ દિવસે 9 દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
હાલમાં પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 12 ઉપર પહોંચી છે.દમણમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1417 થયો છે.દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા વિનોબાભાવે નર્સિંગ કોલેજ અને ખાનવેલ સબ જીલ્લા હોસ્પીટલ પર કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ ચાલી રહ્યુ છે.જેમા મંગળવારે 304 લોકોને વેક્સીન આપવામાં આવી છે. 10,470 લોકોને અત્યાર સુધીમાં વેક્સીન અપાઇ છે.


