વલસાડ,02 જૂન : દમણ શહેરના સતત વ્યસ્ત રહેતા સાંકડા જુની બિબલોસ માર્કેટથી છપલી શેરી સુધીના રસ્તાને પહોળો કરવાનું મન દમણ પ્રશાસને બનાવી લીધુ છે.આગામી ડીએમસી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બે કાઉંસિલરો 3જી જૂને મળનારી ડીએમસી બેઠકમાં વિરોધ નોંધાવવા માટે ધમપછાડા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.દમણ શહેરની પ્રજાને ટ્રાફિકજામની સમસ્યાના કાયમી ઉકેલ માટે દમણ પ્રશાસને બસ ડેપો પાસેના જુના બિબલોસ માર્કેટથી ઝાંપાબાર થઇ ટેક્સી સ્ટેંડ અને છપલી શેરી સુધીના માર્ગને નિયમ અનુસાર માર્જીનની જમીન સંપાદન કરી રસ્તાને બન્ને તરફ પહોળો કરી વાહનનું આવન જાવન સરળ કરવા માટે આયોજન કરી રહી છે.આ માટે દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા પ્રસ્તાવ પાસ કરીને મંજુરી આપવાની હોય છે.
જેથી 3જી જુનના રોજ ડીએમસી કાઉન્સિલની ખાસ બેઠક બોલાવવામાં આવી છે પરંતુ દમણ મ્યુનિસિપલની 7 માસ ચૂંટણી હોવાથી કેટલાક કાઉન્સિલરોને વોટ બેંકની ચિંતા સતાવી રહી છે.જેને કારણે આ કાઉંસિલરો કોઇપણ ભોગે બિબલોસ જંકશનથી છપલી શેરીનો માર્ગ પહોળો કરવા માટે દબાણો દૂર ન કરે અને પ્રશાસન જમીન સંપાદન ન કરેં તેના માટે ધમપછાડા કરી રહ્યા હોવાનું ચર્ચાય રહ્યું છે.
દમણમાં માર્ગને પહોળો થતો રોકવા માટે DMCના ધમપછાડા

Leave a Comment

