વલસાડ,12 જુલાઈ : સંઘપ્રદેશ દમણમાં શનિવારે વધુ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જયારે 10 દર્દીઓને રજા અપાઇ હતી.અત્યાર સુધીમાં કુલ 116 દર્દીઓને રજા આપવામાં આવી છે.હાલ 128 એકટિવ કેસ છે.દમણમાં છેલ્લા થોડા દિવસોથી રોજના કેસો આવી રહ્યાં છે.જેમાં કંપનીમાં કામ કરતાં કામદારો અને કર્મચારીઓ વધુ છે. છૂટછાટ બાદ કોરોનાના કેસોમાં વધારો થઇ
રહ્યો છે. જ્યારે દાદરા નગર હવેલીમા કોરોના પોઝિટિવના નવા 3 કેસ નોંધાતા આંકડો 214પર પહોંચ્યો છે જેમાંથી 103કેસ સક્રિય છે અને108 કેસ રીકવર થઇ ગયા છે.3 કેસ માઇગ્રેટેડ છે.શનિવારે આવેલા ત્રણ પોઝિટિવ કેસમાં ત્રણેય ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે.આ સાથે આજે એક કંટાઈમેન્ટ ઝોન ગવર્મેન્ટ ક્વાર્ટર,કોર્ટની પાછળ,ટોકરખાડા,સેલવાસનો ઉમેરો થયો છે જેની સાથે દાનહ સેલવાસમાં કુલ કન્ટાઇમેન્ટ ઝોનની સંખ્યા 65 થઇ છે.જેમાં સૈથી વધુ ઝોન સેલવાસ શહેરમાં 34 છે. તો બીજી તરફ વાપીમાં જિલ્લા બહારના કેસોમાં દમણ અને સેલવાસના કેસો વધુ આવી રહ્યા છે.સંઘપ્રદેશમાં કામદારો સંક્રમિત થઇ રહ્યા છે.