By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દમણમાં 24 કલાકમાં 9.5 ઈંચ વરસાદ પડતા જળબંબાકાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દમણમાં 24 કલાકમાં 9.5 ઈંચ વરસાદ પડતા જળબંબાકાર
GeneralSouth Gujarat

દમણમાં 24 કલાકમાં 9.5 ઈંચ વરસાદ પડતા જળબંબાકાર

HM News
Last updated: 19/07/2023 7:31 AM
HM News
2 years ago
Share
Pc : Twitter
SHARE

– દમણના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો અને નિંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

વાપી,તા.19 જુલાઈ 2023,બુધવાર : વલસાડ જિલ્લાના સંઘપ્રદેશ દમણમાં વિતેલા 24 કલાકમાં 9.5 ઈંચ વરસાદ પડતા ઠેરઠેર પાણીપાણી થઇ જતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ હતી.મળસ્કે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં જ 8.5 ઈંચ જેટલો ભારે વરસાદ પડતા જનજીવન પર ભારે અસર થઇ હતી.

વાપી નજીક આવેલા પાડોશી સંઘપ્રદેશ દમણમાં પણ મેઘરાજાએ ધુઆધાર રમત રમતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.ગઇકાલે મંગળવારે સવારે 8 વાગ્યાથી આજે સવારે પુર્ણ થતા 24 કલાકમાં દમણમાં 9.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં માત્ર આજે મળસ્કે ચારથી સવારે આઠ વાગ્યા સુધીમાં જ 8.5 ઈંચ વરસાદ ઝીંકાયો હતો.ભારે વરસાદના કારણે દમણના ખારીવાડ,ડાભેલ સહિતના માર્ગો પર પાણી ફરી વળતા રાહદારી સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.ગ્રામ્ય વિસ્તારોમાં નિંચાણવાળા ભાગોમાં પાણી ઘુસી જતા આ વિસ્તાર તળાવ રૂપાંતરિત થઇ ગયો હતો.આ ઉપરાંત પટલારા ગામે ખાડી ઉભરાતા પાણી રોડ પર ફરી વળ્યું હતું.જ્યારે દા.ન.હવેલીમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો.ચોમાસાની મૌસમ દરમિયાન અત્યાર સુધીમાં દમણમાં 49 ઈંચ અને દા.ન.હવેલીમાં 47 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.

પયગમ્બર વિવાદ મામલે કુવૈતના 30 સાંસદોની ભારત વિરુદ્ધ કાર્યવાહીની માંગ
વાપી સ્થિત શાહ પેપર મિલમાં ઈન્ક્મટેક્ષ સર્ચના અંતે 350 કરોડના વ્યહવારો મળ્યા
કનિકા કપૂરના પિતાએ કર્યો ધડાકો, એરપોર્ટ પર ટોઈલેટમાં છુપાઈ ગઈ હતી સિંગર?
PM મોદીએ 83 મિનિટ સુધી સંબોધન કર્યુ, 2015માં પહેલા પીએમ નહેરુનો રેકોર્ડ તોડયો હતો
BREAKING : ભાજપના MLA હાર્દિક પટેલ સામે ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું
Share This Article
Facebook Email Print
Previous Article વિપક્ષી ગઠબંધન INDIA સામે માયાવતીના પ્રહાર, આગામી લોકસભા ચૂંટણી એકલા લડવાની જાહેરાત
Next Article હવે પોલેન્ડની ‘સીમા’ પ્રેમ માટે દેશ છોડી પહોંચી ઝારખંડ, વિદેશી ‘વહુ’ જોવા ગામમાં કૂતુહલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up