વલસાડ, 10 જૂન : કોવિંડ 19ના લોકડાઉનના 75માં દિવસે આખરે સંઘપ્રદેશ દમણમાં પણ કોરોના વાયરસે ખાતું ખોલવ્યું છે.નાની દમણ વિસ્તારમાંથી મંગળવારે કોરોના પોઝિટિવના બે કેસ આવ્યા હતા જેમાં ચાર વર્ષની બાળકી જે તેની માતા સાથે મુંબઇથી આવી હતી જ્યારે યુવક કંપનીમાં નોકરી કરવા આવ્યો હતો જે અગાઉથી કોરોન્ટાઇન હતો તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સંઘપ્રદેશ દાનહમાં કોરોના પોઝિટિવના 22 કેસો નોંધાયા છે જ્યારે પડોશમાં આવેલા વાપીમાં 26 કેસો હોવા છતાં સંઘપ્રદેશ દમણમાં એકપણ કેસ અત્યાર સુધી નોંધાયો ન હતો.આખરે મંગળવારે કોરોનાએ દમણમાં પણ શુભારંભ કર્યો હતો. નાની દમણના ખારીવાડ વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકી અને 41 વર્ષના યુવકનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે.દમણના સ્વાસ્થ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ કોરોના પોઝિટિવ યુવક હાલમાં જ મુંબઇથી દમણની કોઇ કંપનીમાં નોકરી અર્થે આવ્યો હતો જેને કોરોન્ટાઇન કરાયો હતો જ્યારે ચાર વર્ષની બાળકી તેની માતા સાથે મુંબઇથી આવી હતી.બાળકી અને યુવકને મરવડની સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં જ્યારે માતા પિતાને હોસ્પિટલમાં જ કોરોન્ટાઇન કરાયા છે.આરોગ્ય વિભાગે જ્યાથી કેસ મળ્યા છે એ વિસ્તારને કન્ટેનમેન્ટ કરીને સેનેટાઈઝ કરવાની કામગીરી કરી હતી.સંઘપ્રદેશ દમણમાં કોરોના પોઝિટિવના 2 કેસ આવતા દમણ પ્રશાસન સતર્ક થઇ ગયું છે.અને બહારથી આવનારા લોકોને પ્રવેશ માટે હવે ફાંફા મારવા પડશે.