વલસાડ,14 જુલાઈ : મોટી દમણના પટલારા ગામે તળાવ ફળિયામાં રહેતા ગણેશ રામુભાઇ પટેલે પોતાના ઘર નજીકના પાર્કિગ શેડમાં પાર્ક કરેલી કારમાં દારૂ સંતાડી રાખ્યો હોવાની માહિતી કોસ્ટલ પોલીસને મળી હતી.પોલીસ ટીમે સ્થળ ઉપર જઇને તપાસ કરતા કારમાંથી 74 હજારનો દારૂ મળ્યો હતો.જ્યારે અન્ય એક કેસમાં પોલીસની ટીમ ડાભેલ પોલીસે એક કારને આંતરીને તપાસ કરતા તેમાંથી 1 લાખની કિંમતનો દારૂનો જથ્થો મળ્યો હતો.પોલીસે કાર ચાલક પ્રજ્ઞેશ ઉર્ફે પગુ રામભાઇ પટેલ રહે.કચીગામની ધરપકડ કરીને કાર સહિત ચાર લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.