વલસાડ, 20 મે : બલીઠા ગ્રામ પંચાયતે દમણની ચેકપોસ્ટનો માર્ગ બંધ કરી દીધો,સ્થાનિકોને દમણમાં પ્રવેશ ન અપાતા ત્યાંના લોકો પણ આવી શકશે નહીં.વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલિઠા ગામ અને દમણને જોડતી સરહદને બલિઠા ગ્રામપંચાયતે સીલ કરી દીધી છે.દમણ પ્રશાસન દ્વારા ગુજરાતના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી.ઉદ્યોગોમાં આવતી ટ્રકના ડ્રાઈવરને ને જ એન્ટ્રી આપવામાં આવે છે.ક્લીનરને બલિઠા ગામમાં જ રહેવું પડે છે.આ કોરોના સંક્રમણની દહેશત હેઠળ પંચાયતે વલસાડ કલેકટર સાથે આ અંગે રજૂઆત કરી હતી.જે બાદ આ બોર્ડરને સીલ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, દમણ પ્રશાસનની બેવડી નીતિન કારણે વાપીના અને દમણમાં વેપાર ધંધો કરતા વેપારીઓને પ્રશાસન દમણમાં પ્રવેશ આપતું નથી. જેને કારણે તેઓને પારાવાર નુકસાન થયું છે.એ જ રીતે કુંતા,વટાર અને અન્ય ગામલોકોને પણ દમણમાં પ્રવેશ આપવામાં આવતો નથી.જેને કારણે દમણની કંપનીઓમાં નોકરી કરતા કામદારો,દમણમાં બેન્ક એકાઉન્ટ ધરાવતા તેમજ અનાજ કરીયાણું અને આરોગ્યની સેવા મેળવવા માંગતા લોકોની હાલત કફોડી થઈ છે.ત્યારે,બલિઠા ગ્રામ પંચાયતે દમણ પ્રશાસન સામે પાણી બતાવી શાન ઠેકાણે લાવવાની પહેલ કરી છે.જે કદાચ આગામી દિવસોમાં અન્ય ગ્રામપંચાયત પણ બતાવશે તો દમણના લોકોને અને ઉદ્યોગોના માલવાહક વાહનોને દમણ બહાર નીકળવું મુશ્કેલ બનશે.
પરંતુ તેનું કોઇ નિરાકરણ ન આવતાં આખરે બલીઠા ગ્રામપંચાયતે દમણ ચેકપોસ્ટનો માર્ગ બંધ કરી દીધી હતી.આ બાબતે બલીઠાનાં સરપંચ મનીષ પટેલે જણાવ્યું કે બલીઠાથી દમણ જતી ટ્રકોનાં કલીનરોને આટિયાવાડ ચેકપોસ્ટ ઉપર જ દમણ પોલીસ વિભાગ દ્રારા ઉતારી દેવામાં આવે છે.તેનાં કારણે 15થી વઘારે ટ્રકોનાં કલીનરો બલીઠા વિસ્તારમાં ફરતાં હોય છે.આ બાબતે દમણ પ્રશાસકને જિલ્લા કલેકટર દ્રારા જાણ કરાઇ હતી પરંતુ આજદિન સુધી કોઇ પગલાં ભરવામાં ન આવતાં અમે માર્ગ બંધ કરી દીધો છે.