વલસાડ, 10 જૂન : મોહનગામ અને દમણ ને જોડતો ડામર રોડ ને દમણ પ્રશાસને શનિવારે ખોદી કાઢતા ખેડૂતો ને પડી રહેલી મુશ્કેલી અંગે પંચાયતે દમણ પ્રશાસક તથા વડાપ્રધાનને લેખિત ફરિયાદ કરી છે.ઉમરગામ તાલુકાના મોહનગામ પંચાયત વિસ્તારના આહીર ફળિયાથી દમણના ઝરી પટેલ ફળિયાને જોડતો માર્ગ મુખ્યમંત્રી સડક યોજનામાં બનાવવામાં આવ્યો હતો.
જે માર્ગ ને શનિવારે દમણ પ્રશાસન દ્વારા ખોદી કાઢતા સરકારી સંપત્તિને નુકશાન થયું હોય પંચાયત દ્વારા દમણ પ્રશાસક ને લેખિત ફરિયાદ કરી છે.જેમાં બુટલેગરો દારૂ ની હેરાફેરી કરતા હોયને પ્રશાસન તેને રોકવા આ માર્ગ ખોદી કાઢ્યો છે.તો મોહનગામ ની જનતા નો શુ વાંક જેવા વેધક સવાલ કર્યો છે.રોડના નુકશાન અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને લેખિત રાવ કરી છે.તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ રોડના ખોદકામ અંગે થયેલા નુકશાન અંગે લેખિત ફરિયાદ કરી છે.


