– સાધ્વી પ્રજ્ઞાએ લોકોને ગૌમૂત્ર પીવાની સલાહ આપી
– ગૌમૂત્રનો અર્ક લેવાથી ફેફસાનું ઈન્ફેક્શન દૂર થાય છે
સાધ્વી પ્રજ્ઞા ભોપાલના ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાનો દાવો છે કે તેઓ દરરોજ ગૌમૂત્ર પીતા હોવાથી તેમને કોરોના થયો નથી.સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યું કે ગૌમૂત્રનો અર્ક લેવાથી ફેફસાનું ઈન્ફેક્શન દૂર થાય છે.તેમણે કહ્યું કે હું જાતે ગૌમૂત્ર પીવું છું તેથી મારે કોઈ દવા લેવાની જરુર પડતી નથી.મને કોરોના પણ થયો નથી.સાધ્વી પ્રજ્ઞાએ લોકોને પણ ગૌમૂત્ર પીવાની સલાહ આપી અને કહ્યું કે લોકોએ દેશી ગાયનું પાલન કરવું જોઈએ. સાધ્વી પ્રજ્ઞા ભોપાલના બેરાગઢમાં કાર્યક્રમમાં બોલતા આવું જણાવ્યું હતું.
બધા લોકોએ દેશી ગાય પાળવી જોઈએ
સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યું કે બધા લોકોએ દેશી ગાય પાળવી જોઈએ.તેમણે કહ્યું કે તેઓ 1 કરોડ વૃક્ષારોપણ કરશે.તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ પીપળો વડ તથા તુલસીના રોપા રોપવા જોઈએ તો વધારાના ઓક્સિજનની જરુર નહીં પડે.ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે પણ દાવો કર્યો હતો કે નિયમિત ગૌમૂત્ર પીવાથી કોરોનાથી બચી શકાય છે.સુરેન્દ્રસિંહનો આ દાવો વાયરલ થયો હતો.વાયરલ વીડિયોમાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ ગૌમૂત્ર પી રહેલા જણાતા હતા.તેમનો દાવો હતો કે ગૌમૂત્ર પીવાથી કોરોના જ નહીં પરંતુ ગમે તેવી બીમારી મટાડી શકાય છે.

