પૂર્વી ઈંડોનેશિયામાં શનિવારે એક ફેરી જહાજમાં આગ લાગી ગઈ હતી.જેમાં ડ્રાઈવર સહિત અન્ય 200 લોકો સવાર હતા.આ તમામ લોકો જીવ બચાવવા માટે દરિયામાં કુદ્યા હતા.રવિવારે એક અધિકારીએ આ અંગે જણાવ્યુ હતું કે, પાણીમાં કુદેલા લોકોને બચાવવાની કામગીરી વચ્ચે કેટલાય લોકો ગાયબ છે.જેમની શોધખોળ ચાલી રહી છે.
આપને જણાવી દઈએ કે, એમ કાર્ય ઈંદાહ નામનુ જહાજ લીમાફટોલા દ્વીપ પર સનાના બંદર તરફ જઈ રહ્યુ હતું.જહાજ જેવુ ચાલુ થયુ કે, 15 મીનિટ બાદ તેમા આગ લાગી ગઈ હતી.
લોકોએ જણાવ્યુ હતું કે, એન્જિનના કારણે આ આગ લાગી હતી.
અધિકારીઓએ જણાવે છે કે, આગ લાગવાનુ કારણ શોધવા માટે ટીમ બનાવી તપાસ ચાલી રહી છે.અહીં ઉલ્લેખનીય છે કે, ઈંડોનેશિયામાં નાવ દુર્ઘટના સામાન્ય બાબત છએ.ઈંડોનેશિયા 17,000થી વધારે દ્વીપવાળો દુનિયાનો સૌથી મોટો દ્વિપસમૂહ છે.


