ભારત સરકારે રાષ્ટ્રધ્વજ તિરંગાના રંગ રચાયા હોય એવો એક દરિયાકિનારાનો અદ્ભુત ફોટોગ્રાફ શૅર કર્યો છે.‘આઝાદી કા અમૃત મહોત્સ’ના ટ્વિટર અકાઉન્ટે સૂર્યોદય દર્શાવતી આ તસવીર પોસ્ટ કરી છે.સૂર્ય ક્ષિતિજની નજીક હોવાને કારણે આકાશમાં કેસરિયો રંગ છવાયેલો હોય એવું લાગે છે.વચમાં દરિયાકિનારે મોજાંઓનાં ફીણ કબૂતર જેવાં સફેદ રંગનાં છે,તો નીચેના ભાગમાં લીલા રંગની શેવાળને લીધે સમગ્ર ફોટો તિરંગા જેવો દેખાય છે.ફોટોને આપણું ગૌરવ,પ્રકૃતિમાં તિરંગા એવા હૅશટૅગ સાથે શૅર કરવામાં આવ્યો છે.૨૦૨૧ની ૧૨ માર્ચે આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર રીતે શરૂઆત થઈ હતી.ભારતની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ૭૫ અઠવાડિયાંનું કાઉન્ટડાઉન રાખવામાં આવ્યું છે,જે ૨૦૨૩ના ૧૫ ઑગસ્ટ સુધી ચાલશે.


