તા.19 માર્ચ,શનિવાર : પોતાની ઉદારતા માટે સતત ચર્ચામાં રહેનારા IDFC ફર્સ્ટ બેંકના CEO વી વૈદ્યનાથન ફરી એકવાર ચર્ચામાં છે.આ વખતે તેમણે તેમના એક કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારને આર્થિક સુરક્ષા આપવાને પગલે ધ્યાનમાં રાખીને પોતાના 5 લાખ શેર મૃતકનાં પરિવારને આપી દીધા છે.
બેંકે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું છે કે,IDFC ફર્સ્ટ બેંકના MD અને CEO વી વૈદ્યનાથન,જેઓ તેમની ઉદારતા અને બેંકિંગની નવીન શૈલી માટે જાણીતા છે,તેમણે તેમની પાસે રહેલા બેંકના શેર મૃતક સહયોગીનાં પરિવારના સભ્યોને આપી દીધા છે. આ શેરની કિંમત રૂ. 2.1 કરોડથી વધુ છે.
પ્રાઇવેટ સેક્ટરનાં IDFC ફર્સ્ટ બેંકનાં MD અને CEO વી વૈદ્યનાથન અગાઉ આવી ઉદારતાના ઘણા ઉદાહરણો રજૂ કરી ચૂક્યાં છે.તેમણે ગયા વર્ષની શરૂઆતમાં તેમના ડ્રાઇવર,હાઉસ હેલ્પ,ટ્રેનર અને અન્ય બે લોકોને કરોડોના શેર ભેટમાં આપ્યા છે.એક અહેવાલ અનુસાર, વૈદ્યનાથને આ લોકોને ઘર ખરીદવામાં મદદ કરવા માટે રૂ. 3.95 કરોડથી વધુ મૂલ્યના નવ લાખ શેર આપ્યા હતા.