Wednesday, May 14, 2025 11:34 AM
🌤️ 33.7°C  Surat
Breaking News
TRENDING NEWS

દશેરા પર ફાફડા-જલેબી કેમ ખાવામાં આવે છે? ભગવાન રામથી લઈ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે કારણ

231

Table of Content

દશેરાનાં દિવસે ગુજરાતીઓ માટે ફાફડા-જલેબી 56 ભોગ સમાન હોય છે.ગુજરાતીઓ દશેરા પર ફાફડા-જલેબી ખાવાનું ક્યારેય ચુકતાં નથી અને દશેરાનાં દિવસે ગુજરાતીઓની સવાર જ ફાફડા-જલેબી જેવા સ્વાદિષ્ટ નાસ્તાથી થાય છે,પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે ફક્ત આ બે વાનગીઓ (ફાફડા-જલેબી)ને સાથે જ નાસ્તામાં કેમ લેવાય છે, આવો જાણીએ કારણ

નવ દિવસના ઉપવાસ છોડવા માટે ચણાના લોટનો ઉપયોગ

નવરાત્રિ દરમિયાન, લોકો સતત નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને એવું કહેવાય છે કે આ ઉપવાસ ચણાના લોટમાંથી બનેલી વસ્તુ ખાવાથી જ છોડવો જોઈએ.ફાફડા,ગુજરાતનો સૌથી પ્રખ્યાત નાસ્તો છે,જે દશેરા પર દરેક ઘરે ખવાય છે.બીજી બાજુ જલેબી તેની સાથે પીરસવામાં આવે છે કારણ કે ફાફડા-જલેબી એકબીજા સાથે સરસ સ્વાદ ધરાવે છે!

ભગવાન રામની પ્રિય મીઠાઈ હતી ‘જલેબી’

બીજું એક કારણ છે, એવું માનવામાં આવે છે કે ભગવાન રામની પ્રિય મીઠાઈ ‘જલેબી’ હતી,તેથી જ તે દશેરાના દિવસે પીરસવામાં આવે છે,જે દિવસે તેમણે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો.જેથી જલેબીને ભગવાન રામનું પ્રિય ગણવામાં આવે છે.

જલેબી માઈગ્રેનને મટાડે છે !

એક ઘરેલું ઉપચાર એ છેકે દૂધમાં ડુબાડવામાં આવેલી ગરમ જલેબી માઈગ્રેનને મટાડે છે,જ્યારે ચણાનો લોટ પેટ પર હળવો હોય છે તેથી તે માઈગ્રેન સામે રક્ષણ આપે છે.એક ઉપાય તરીકે જલેબી આપણા શરીરમાં અમુક રસાયણો છોડે છે જે માઈગ્રેનના હુમલાનું જોખમ ઘટાડે છે.

120 વર્ષ જૂની અમદાવાદની હેરિટેજ ફાફડા-જલેબીની રેસ્ટોરન્ટ

ચંદ્રવિલાસ 120 વર્ષ જૂની હોટલ છે અને તેની શરૂઆત માત્ર ચાથી થઇ હતી.ચા તો ફેમસ થઇ જ ગઇ પરંતુ પછી આગળ વિચાર્યું કે, બીજું કંઇ પણ શરૂ કરીએ.ત્યારે ફાફડા વેચાણની શરૂઆત કરી હતી.ફાફડા અને ચા બાદ,ફાફડા અને જલેબીનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો.ફાફડા તેમજ જલેબી તો લોકો અલગ અલગ ખાતા જ હતા પરંતુ બંને સાથે ખાઇ શકાય,આ કોમ્બિનેશન આટલું સરસ લાગે તેની શરૂઆત ચંદ્રવિલાસે કરી હતી.તે સમયે કોઇ વિજયાદશમી પર ફાફડા જલેબી નહોતું ખાતું પરંતુ ચંદ્રવિલાસના આ ટ્રેન્ડથી લોકોએ પણ વિજયાદશમી પર ફાફડા જલેબી ખાવાની શરૂઆત કરી હતી તેવો દાવો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Related Articles