[weather_data]
Breaking News
TRENDING NEWS

દાંતા તાલુકા પંચાયતની કારોબારી, ન્યાય સમિતિ ભાજપે કબજે કરી

[updated_date] [post_views]

Table of Content

અંબાજી : દાંતા તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ટાઇ પડતાં ચિઠ્ઠી ઉછાળાતા પ્રમુખ કોંગ્રેસના અને ઉપપ્રમુખ ભાજપના ચૂંટાયા બાદ સોમવારે કારોબારી સમિતિ અને ન્યાય સમિતિમાં ભાજપે મેદાન મારી બન્ને સમિતિઓ પોતાના કબજે કરી હતી.

દાંતા તા.પં. કોંગ્રેસની બહુમતી ધરાવતી પંચાયત હતી.જેથી અગાઉ પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ કારોબારી અને ન્યાય સમિતિ સહિતતમામ સત્તાઓ કોંગ્રેસ પાસે હતી. પરંતુ અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં તાલુકા પંચાયત દાંતામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી.જેમાં ટાઇ પડતા ચિઠ્ઠી ઉછાડી પ્રમુખ – કોંગ્રેસનો અને ઉપપ્રમુખ ભાજપ ના બન્યા હતા.બાદ આજ સોમવાર ના રોજ પ્રથમ કારોબારી મળી હતી.જેમાં કારોબારી અધ્યક્ષ અને સમિતિ તેમજ સામાજીક ન્યાય સમિતિ અધ્યક્ષ અને સમિતિની રચના કરવામાં આવી હતી.

જેમાં બન્ને સમિતિઓ ભાજપની બનવા પામેલ હતી. કારોબારી સિતિના ૯ સભ્યો અને સામાજીક ન્યાય સમિતિના પાંચ સભ્યો ભાજપની બહુમતીથી બન્યા હતા.જેમાં ભાજપને ૧૪ અને કોંગ્રેસને ૧૨ જ સભ્યોએ સમર્થન આપ્યું હતું.આમ દાંતા તાલુકા પંચાયતની સત્તાની ખીચડીના બદલે ખીચડો બની જવા પામ્યો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles