By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દાઉદના દુશ્મન અંડરવર્લ્ડ ડોન છોટા રાજન એક કેસમાં નિર્દોષ જાહેર, કોર્ટે કહ્યું હવે પુરાવા પણ નથી બચ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દાઉદના દુશ્મન અંડરવર્લ્ડ ડોન છોટા રાજન એક કેસમાં નિર્દોષ જાહેર, કોર્ટે કહ્યું હવે પુરાવા પણ નથી બચ્યા
GeneralNational

દાઉદના દુશ્મન અંડરવર્લ્ડ ડોન છોટા રાજન એક કેસમાં નિર્દોષ જાહેર, કોર્ટે કહ્યું હવે પુરાવા પણ નથી બચ્યા

HM News
Last updated: 29/10/2021 8:30 AM
HM News
4 years ago
Share
SHARE

– સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે છોટા રાજનને એક કેસમાં ગુનામુક્ત કર્યો
– ડોન દાઉદનો સૌથી મોટા દુશ્મન
– પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવાનાં આરોપ

સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે બહુચર્ચિત ગેંગસ્ટર રાજેન્દ્ર સદાશિવ છોટા રાજનને એક કેસમાં 38 વર્ષ બાદ છોડી મૂક્યો છે એટલે કે ગુનામુક્ત કર્યો છે.આ કેસ મુંબઈ અંડરવર્લ્ડમાં ડોન દાઉદના સૌથી મોટા દુશ્મન માનવામાં આવતા છોટા રાજનની ક્રિમિનલ લાઈફ આધારિત સૌથી પહેલો કેસ માનવામાં આવે છે.આ કેસમાં 1983 માં એક પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવાનાં આરોપ હેઠળ તેની સામે કેસ ચાલ્યો હતો.રાજન વિરુદ્ધ આ પહેલો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

દારૂની હેરાફેરીનો કેસ

છોટના રાજન સામે 38 વર્ષ પહેલા દારૂની હેરાફેરીનો કેસ નોંધવામાં આવ્યો હતો.છોટા રાજનના વકીલ તુષાર ખંડારેએ જણાવ્યું કે આ કેસ 1983માં નોંધવામાં આવ્યો હતો જ્યારે તિલક નગર પોલીસ સ્ટેશનની એક ટીમે છોટા રાજનને રોકવાનો પ્રયાસ કર્યો હતો,જે ટેક્સીમાં દારૂની દાણચોરી ચલાવી રહ્યો હતો.આ પોલીસ ટીમમાં બે અધિકારીઓ અને ચાર કોન્સ્ટેબલ હતા,જ્યારે રાજનની સાથે કારમાં અન્ય બે સાથીદારો પણ હતા.

પોલીસ અધિકારી પર હુમલાનો આરોપ

જ્યારે પોલીસે ટેક્સી રોકી ત્યારે છોટા રાજને છરી કાઢી અને પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કર્યો.જોકે, પોલીસે છોટા રાજન અને તેના એક સાથીની ધરપકડ કરી હતી,જ્યારે એક સાથી ભાગી ગયો હતો.છોટા રાજન સાથે પકડાયેલા તેના સાથીદારને બાદમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો,જ્યારે છોટા રાજન જામીન પર કોર્ટમાંથી બહાર નીકળી ગયો હતો,પરંતુ રાજન સામે ટ્રાયલ ચાલી રહી હતી.ઇન્ડોનેશિયામાં ધરપકડ કર્યા બાદ છોટા રાજનને ઓક્ટોબર 2015માં ભારત લાવવામાં આવ્યો હતો.આ દરમિયાન મુંબઈ પોલીસે છોટા રાજનનો કેસ સીબીઆઈને સોંપ્યો હતો.અંતિમ ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરતી વખતે સીબીઆઈએ કહ્યું હતું કે બહુ જૂના કેસને કારણે તેઓ કોઈ સાક્ષી અને પુરાવા શોધી શકતા નથી.હુમલામાં વપરાયેલી છરી પણ ગુમ થઈ ગઈ છે.

સ્પેશિયલ કોર્ટે ક્લોઝર રિપોર્ટ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો

મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે એજન્સીના આ ક્લોઝર રિપોર્ટને ફગાવી દેતાં કેસ બંધ કરવાનો ઇનકાર કર્યો હતો.સીબીઆઈ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રદીપ ઘરતે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ઘટના સમયે હાજર ત્રણ પોલીસ કોન્સ્ટેબલોએ છોટા રાજનને સારી રીતે ઓળખી કાઢ્યો હતો અને બચાવ પક્ષ તેને નકારી શકે તેમ નથી.

રબારી સમાજમાંથી કુરિવાજો દુર કરવા નવું બંધારણ ઘડાયું
હું ઈચ્છતો હોત તો એલન મસ્કને ઘૂંટણીયે બેસી ભીખ મંગાવી શકત: ડોનાલ્ડ ટ્રમ્પ
તૌકતે વાવાઝોડાને પગલે પોરબંદર એરપોર્ટ કરાયું બંધ, 16 હજાર લોકોનું સ્થળાંતર, 2 હજાર બોટ દરિયામાંથી પરત લવાઈ
કાબુલમાં ભારતની એમ્બેસી ફરી શરુ, ખુશખુશાલ તાલિબાને ભારતને કરી આવી અપીલ
દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા : ન્યુયોર્ક ટાઇમ્સનો હવાલો આપી કેજરીવાલે છેડ્યું ટ્વિટર યુદ્ધ
Share This Article
Facebook Email Print
Previous Article કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત આવશે, આ છે મામલો
Next Article દિવાળીના તહેવારમાં રાજય સરકારે કર્ફ્યૂના નિયમોમાં મોટી રાહત આપી, જાણો નવા નિયમો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up