મુંબઇ : મુંબઈના જુહુ વિસ્તારમા આવેલી ફાઇવસ્ટાર હોટેલમાં ૭૫ વર્ષીય બિઝનેસમેને ૩૫ વર્ષીય લેખિકા પર બળાત્કાર ગુજાર્યો હતો.આ સિવાય અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નામથી મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી.મહિલાની ફરિયાદને આધારે પોલીસે બિઝનેસમેન સામે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.આરોપીએ દાઉદના નામે પીડિતાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તે પોલીસને ફરિયાદ કરશે તો તેને મારી નાખવામાં આવશે.મહિલાએ આરોપ મુક્યો ર્ે હતો કે તેને’ડી’ગેંગ તરફથી ફોન આવ્યો હતો.તેને બિઝનેસમેન સામે ફરિયાદ ન નોંધાવવાની ધમકી આપવામાં આવી હતી.દાદરમાં રહેતા વૃદ્ધ બિઝનેસમેને ફાઇવસ્ટાર હોટેલમાં વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લેખિકાએ કર્યો હતો.આ દરમિયાન આરોપીએ પીડિતા પાસેથે બે કરોડ રૃપિયાની લોન લીધી હતી,પણ પછી આ રકમ પાછી આપી નહોતી.આ પૈસા અને બળાત્કાર બાબતે કોઈને જાણ ન કરવા મહિલાને ધમકી આપવામાં આવી હતી.દાઉદ ઇબ્રાહિમ મારો મિત્ર છે.હાજી મસ્તાન સંબંધી હતો,એવું આરોપીએ જણાવ્યું હોવાનો દાવો પણ લેખિકાએ કર્યો છે.પોલીસ આ તમામ બાબતની દરેક શક્યતાને ધ્યાનમાં રાખી તપાસ કરી રહી છે.


