નવી દિલ્હી,તા.24.ફેબ્રુઆરી.2022 : મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકની ઈડીએ ત્રણ એકર જમીનના મામલામાં ધરપકડ કરી છે.મલિક પર આરોપ છે કે, દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકર પાસેથી આ જમીન તેમણે ખરીદી હતી અને તે માટે 55 લાખ રુપિયા ચુકવ્યા હતા.આ પૈકી 50 લાખની રકમ કેશ આપી હતુ.આ પૈસાનો ઉપયોગ આતંકી ફંડિંગ માટે થયો છે.
આ જમીન હસીના પારકરે બોગસ પાવર ઓફ એટોર્ની થકી મુળ માલિક પુનારી પ્લમ્બર પાસેથી પડાવી લીધી હતી.ઈડીનીદલીલ છે કે, નવાબ મલિક હસીનાના સપર્કમાં હતી અને પાણીના ભાવે કુર્લા વિસ્તારની જમીન ખરીદી હતી.મલિક પણ જાણે છે કે, દાઉદ ઈબ્રાહિમ કોણ છે અને હસીના પારકર શું કરતી હતી…તેનાથી મલિક તેમજ અન્ડરવર્લ્ડના સબંધો હોવાનુ ખબર પડે છે.ઈડીએ કહ્યુ હતુ કે, જે જમીનને મલિકે ખરીદી હતી તે જમીનનો સબંધ 1993ના બોમ્બ બ્લાસ્ટના આરોપી સરદાર શાહ વલી ખાન સાથે હતો અને સરદારે બોમ્બ ધડાકા પહેલા રેકી કરી હતી.
જમીનની પાવર ઓફ એટોર્ની સલીમ પટેલના નામે હતી.હસીના પારકર મોટાભાગની જમીનોની પાવર ઓફ એટર્ની તેના નામે રાખતી હતી.સલીમ પટેલ હસીનાનો બોડીગાર્ડ અને ડ્રાઈવર પણ હતો.આ બધુ જાણતા હોવા છતા નવાબ મલિકે આ જમીન ખરીદી હતી.ઈડીએ કહ્યુ હતુ કે, બોમ્બ ધડાકાના આરોપીઓ પર ટાડાનો કેસ ચાલતો હતો.તે સમયે જે કાયદો હતો તે પ્રમાણે આવા આરોપીઓની જમીન સરકાર પોતાના કબ્જામાં લેતી હતી.આ જમીન સરકાર પાસે ના જતી રહે તે માટે નવાબ મલિકે તેનો સોદો કર્યો હતો.
આ ડીલ થકી નવાબ મલિકે મની લોન્ડરિંગ પણ કર્યુ હતુ.કારણકે 300 કરોડની જમીન તેમણે 55 લાખ રુપિયામાં ખરીદી હતી.તેમાં પણ માત્ર પાંચ લાખનુ પેમેન્ટ ચેકથી કરાયુ હતુ.આ જમીન વેચનારા લોકો મુંબઈમાં હવાલા રેકેટ પણ ચલાવે છે.જમીન ખરીદીને નવાબ મલિકે અન્ડરવર્લ્ડને મુંબઈમાં મજબૂત કરવાનુ કામ કર્યુ છે.

