અમદાવાદ : કાંરજ પોલીસે દાણાપીઠ વિસ્તારમાં એક લોડીંગ રીક્ષાને બાતમીને આધારે ઝડપીને તેમાંથી રૂપિયા ૧.૭૮ લાખની કિંમતની વિદેશી દારૂની ૮૭૯ જેટલી બોટલો જપ્ત કરી છે.આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવાયો હતો.જે અંગે દારૂ મંગાવનાર વ્યક્તિ સહિત બે વ્યક્તિને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.કાંરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ મકરાણીને બાતમી મળી હતી કે લોડીંગ રીક્ષામાં ફુડ પ્રોડક્ટની આડમાં વિદેશી દારૂની ડીલેવરી મોટાપાયે કરવામાં આવી રહી છે.જેના આધારે પોલીસે ત્રણ દરવાજાથી એક શંકાસ્પદ લોંડીગ રીક્ષાનો પીછો કરીને દાણાપીઠ પાસે રોકી હતી.આ સમયે રીક્ષાને સ્કૂટર પર એક યુવક એસ્કોર્ટ કરીને લઇ જતો હતો.જેને રોકવાનો ઇશાકો કરતા તે ભાગવા જતો હતો.
જો કે પોલીસે પીછો કરતા તેણ સ્કૂટર પરથી બેલેન્સ ગુમાવતા તે નીચે પટકાયો હતો.જો કે તેને રોકીને રીક્ષામાં તપાસ કરતા વિવિધ બ્રાંડના વિદેશી દારૂની ૮૭૯ જેટલી બોટલ મળી આવી હતી.જેની કિંમત આશરે ૧.૭૮ લાખ જેટલી હતી.આ અંગે સ્કૂટર પર ઝડપાયેલા યુવકનું નામ આદીલ શેખ(રહે.પાણીની ટાંકી પાસે,મકદુમનગર,વટવા)હોવાનું જાણવા મળ્યું હતુ.ં જ્યારે રીક્ષા ડ્રાઇવરનું નામ અખ્તર અજમેરી (રહે.બહેરામપુરા) હતું.પ્રાથમિક પુછપરછમાં આદીલે જણાવ્યું હતુ કે આ દારૂ તેને રાજસ્થાનના ખેરવાડાથી ભરત લંગડા નામના બુટલેગરે મોકલ્યો હતો.જે અંગે કારંજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.