વલસાડ,16 જૂન : દાનહ નરોલી ચૅકપસ્ટ ખાતે પ્રદેશના સેક્ડો રહીશો પરમિશન ન મળતા ફસાયેલા છે.10 દિવસોથી સરહદે 60થી વધુ રઝળ્યા છે. બાળકો તેમજ મહિલાઓ માટે શૌચ કરવાની સુવિધા પણ ન હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.દાનહ પ્રશાસનને આ લોકો આજીજી કરી રહ્યા છે છતા તંત્ર નિષ્ઠુર બન્યું છે.કેન્દ્ર દ્વારા તમામ રાજ્યોની સરહદો ખોલવાના આદેશ કરાયો છે છતા સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવ પ્રશાસન જડ વલણ અપનાવી પોતાની મનમાની કરી રહ્યું છે.અન્ય રાજ્યો માંથી આવતા લોકો માટે દાનહ નરોલી ચેકપોસ્ટ પર પ્રવેશ મળી શકે તે માટે ઓનલાઈ ઈ પાસ લેવાના હોય છે. હાલ લગભગ 60 થી વધુ મહિલા બાળકો તેમજ વરિષ્ઠ નાગરિકો ચેકપોસ્ટ બહાર અટવાયા છે.આ જગ્યાએ પીવાના પાણી તેમજ શૌચાલય જેવી પ્રાથમિક જરૂરિયાતની કોઈ સગવડ નથી. જેને લઇ તમામ લોકો પ્રશાસન ને પ્રદેશમાં પ્રવેશ માટેની આજીજી કરી રહ્યા છે હાલ વરસાદને કારણે આ લોકો છત શોધી રહ્યા છે.અહીં સાૈચાલયની પણ કોઇ સુવિધા ન હોવાથી હાલત વધુ કફોડી બની છે.
ત્રણ દિવસથી દીકરી અને પતિ સાથે રઝળી રહ્યા છે.અમે ગામ ગયા હતા ત્યાર બાદ લોકડાઉંન થતા 2-3 મહિનાથી ફસાયા હતા જયારે કેન્દ્રએ રાજ્યોની સરહદો ખોલી હોવાનું જાહેર કરતા અમે પાસ માટે મેઇલ પણ કર્યો હતો કોઈક કારણસર અમને પાસ મળ્યો નહીં અમે 3 દિવસથી મારી દીકરી તેમજ મારા પતિ સાથે નરોલી સરહદે બેઠા છે મારી દીકરી લાયન્સ સ્કૂલમાં ભણે છે પતિ જેબીએસએફ માં નોકરી કરે છે અહીં શૌચાલય માટેની પણ કોઈ વ્યવસ્થા નથી. કોઇ સાંભળનાર નથી. – સુધા સાઈ શેટ્ટી, સેલવાસ
હુ સરહદે છુ ને બાળકો પાડોસીના ભરોષે છે. મારો દીકરો વડોદરા ખાતે ફસાયો હતો એને પરત લેવા હું ગઈ હતી પાસ નહીં બનતા મને સેલવાસ ખાતે એન્ટ્રી નથી મળી રહી.મારા બીજા બાળકો સેલવાસમાં છે જે પાડોસીઓના ભરોસે છે હું બે દિવસથી નરોલી સરહદે ફસાયેલી છું. – લક્ષમીબેન રાજુ હરિજન, રહેવાસી સેલવાસ
સરહદે ફસાયેલા લોકોને રાખવા અમારો પ્લોટ આપવા તૈયાર છે, બધી સુવિધા છે.નરોલી ચેકપોસ્ટ પાસે મારો અને મારા સાથી દિનેશ બલબીર શર્માનો એક પ્લોટ સરહદને અડીને આવેલો છે જે જગ્યા અમે હાલ પૂરતી સરહદે ફસાયેલા લોકોને રાખવા માટે આપી શક્યે છીએ. આ પ્લોટમાં એક ઓફિસ અને બાથરૂમ ટોયલેટ સાથે વીજળી પાણીની વ્યવસ્થા છે જેનો ઉપિયોગ ફસાયેલા લોકો માટે પ્રશાસન કરી શકે છે. – યુનુશભાઈ ઘાચી, મુસ્લિમ આગેવાન સેલવાસ


