ગાંધીનગર : ભાજપે દાદરા નગર હવેલી બેઠક પર લોકસભાની પેટાચૂંટણીઓ માટે ઉમેદવાર જાહેર કર્યા છે.દાદરા નગર હવેલી બેઠક પર ભાજપે મહેશ ગાવિતને ટિકીટ આપી છે.સાંસદ મોહન ડેલકરના નિધનથી આ બેઠક ખાલી પડી છે.ત્યારે 30 ઓક્ટોબરે આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેશ ચીમનલાલ ગાવિતના નામની જાહેરાત કરવામાં આવી છે.મહેશ ગાવિતના અત્યાર સુધીના પોલિટિકલ કરિયર પર નજર કરીએ તો, તેઓ પોલીસ વિભાગમાં 15 વર્ષ સબ ઇન્સ્પેક્ટરના પદે રહ્યા હતા અને ત્યાર બાદ નોકરી છોડી દીધી હતી.તેઓ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહ્યા છે.
દાદરા અને નગર હવેલીના આગામી લોકસભાના પેટાચૂંટણી માટે ભાજપે પ્રભારી અને સહપ્રભારીની નિમણૂંક કરી છે.જેમાં પ્રભારી તરીકે કેન્દ્રિય રેલ મંત્રી અશ્વિની ચૌહાણ અને સહપ્રભારી તરીકે ગણપત વસાવા અને પિયુષ દેસાઈને કાર્યભાર સોંપ્યો છે. ત્યારે તાજેતરમાં દાદરાનગર હવેલીના ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા સેલવાસ ખાતે ભાજપના નેતાઓ સાથે મીટિંગ યોજાઈ હતી.આ મીટિંગમાં ગુજરાતના પૂર્વ મંત્રી ગણપત વસાવા પણ હાજર રહ્યા હતા.
આ પેટાચૂંટણીમાં ભાજપ પક્ષ સ્થાનિક મુદ્દાઓ અને સાથે વિકાસના મુદ્દાને લઈને લોકો વચ્ચે જશે.સાંસદ મોહન ડેલકરના નિધન બાદથી આ સીટ ખાલી પડી છે.ત્યારે દાદરા નગર હવેલીની જનતા સાથે હોવાનો અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો છે.


