વલસાડ, 11 જૂન : દાનહમાં બુધવારે એક વૃધ્ધ અને મહિલા સહિત કુલ 5 નવા કેસ કોરોના પોજેટિવ આવ્યા છે જેમાં 60 વર્ષના વૃધ્ધ ની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું જાણવા મળ્યું છે ચારેય દર્દીઓને કોરોના આઇસીયુંમાં ભરતી કરાયા છે.દાનહમાં કુલ 25 એક્ટિવ કેસો પૈકી 6 કોરોના પોઝિટિવની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી. સ્થાનિક પ્રશાસને દાદરા ખાતે બે કન્ટેટમેન્ટ ઝોન જાહેર કર્યા છે જેમાં ભંડારીની ચાલ દેમણી રોડ તેમજ આજુબાજુનો વિસ્તાર એજ પ્રમાણે તીઘરા રામ મંદિર અને એની આજુબાજુની વિસ્તાર ને રખાયો છે અનલોક 1 બાદ પ્રદેશમાં અન્ય પ્રાંતોથી આવતા લોકોની સંખ્યા વધી છે એની સાથે કોરોના પોજેટિવ કેસ પણ રોજ વધી રહયા છે જેને લઈ પ્રશાસનની કસરત પણ વધી છે.અત્યાર સુધી દાનહમાં નોંધાયેલા કુલ 26 કેસમાં 24 કેસ એક્ટિવ છે જ્યારે બે સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી છે.સંઘપ્રદેશ દાનહના દાદરા વિસ્તારમાં આવેલી ચાલીઓમાં લોકલ સંક્રમણથી કોરોના પોઝિટિવનો રાફડો ફાટી નીકળ્યો છે. બુધવારે એક સાથે 5 કેસો આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ છે.આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ દાદરાના દેમણી રોડ સ્થિત ભંડારીની ચાલીમાંથી 8 કેસો, દાદરા રામજી મંદિર જયેશભાઇની ચાલીમાંથી 9 કેસો મળ્યાં છે.આ ઉપરાંત દેમણી રોડ પર આવેલી શ્રદ્ધાની ચાલમાંથી એક મળી કુલ 18 જેટલા કેસો માત્ર દાદરા વિસ્તારમાંથી મળી આવતા તંત્રની ચિંતા વધારી છે.જયારે દાનહમાં કુલ 25 એક્ટિવ કેસો પૈકી 6 કોરોના પોઝિટિવની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી છે.આ દર્દીઓ બહાર ગામથી આવ્યા બાદ કોરોનટાઇનમા હતાં.જયાં તેમના સેમ્પલ લેવાતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. હાલ સંઘપ્રદેશ દાનહનું દાદરા પ્રદેશ કોરોના પોઝિટિવનું એપી સેન્ટર બની ગયું છે.


