– આદિવાસી વિકાસ સંગઠને SPને આવેદન આપ્યું
દાનહ : દાનહમાં સોશિયલ મિડિયા દ્વારા જનભાવનાને ઠેસ પહોંચાડી લોકોને ઉશ્કેરનારા અને હિંસક માહોલ બનાવનારા સામે કાર્યવાહીની માગ કરાઇ છે.દાનહ સાંસદના આપઘાત બાદ દોઢ મહિનાથી શાંતિપૂર્ણ આંદોલન દ્વારા ન્યાયની માગ કરાઇ રહી છે. પ્રશાસન અને ભારત સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ જ નિર્ણય લેવાયો નથી.જેથી જનતાનું ધૈર્ય તુટી રહ્યું છે.
આ પરિસ્થિતિમાં બે દિવસ પહેલા સુધીર રમણ પાઠક,પૃથ્વી પ્રજાપતિ અને દેવજી શીંગડાએ વ્હોટ્સએપ/ફેસબુકના વિવિધ ગ્રુપોમાં સ્વ.મોહન ડેલકર માટે વિવાદિત અને ખોટી પોસ્ટ નાંખી લોકોને ઉશ્કેરવાનું કૃત્ય કર્યું છે જેને ગંભીરતાથી લઇ આવી વ્યક્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે.જો આવી વ્યકિતઓને રોકવામાં નહિ આવશે તો દાનહમાં આવનાર દિવસોમાં કાયદો વ્યવસ્થા બગડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.વધુમાં સીંદોની પટેલાદના જિ.પં.સભ્ય અને ખાનવેલના સરપંચને ખાનવેલ પોલીસ સ્ટેશનમાં આઠ કલાક સુધી બેસાડી રાખવામાં આવેલા અને કોઈ જ કામ ન જણાવેલું.આવુ ફરી ન થાય અને એક જનતાના પ્રતિનિધિ સાથે ભવિષ્યમાં કયો ગુનો છે એની જાણ કરીને પછી જ બોલાવવામાં આવે તેવી માગ કરી છે.