By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દારૂ પીધેલા PI ને ASI અને હેડ કોન્સ્ટેબલે મારવા લીધો, પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > દારૂ પીધેલા PI ને ASI અને હેડ કોન્સ્ટેબલે મારવા લીધો, પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યાં
GeneralSaurashtra

દારૂ પીધેલા PI ને ASI અને હેડ કોન્સ્ટેબલે મારવા લીધો, પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યાં

HM News
Last updated: 27/09/2021 5:44 AM
HM News
4 years ago
Share
SHARE

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન પર આરપીએફના પોલીસ મથકમાં પોલીસ સ્ટાફ વચ્ચે જ માથાકુટનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.પોલીસ મથકના પીઆઇએ દારૂ પીને ASI અને હેડ કોન્સ્ટેબલને કામમાં ભુલ કાઢીને માર માર્યો અને ગાળો બોલી હોવાનો આક્ષેપ સાથે હોબાળાનો વીડિોય હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.આ વિવાદનો વીડિયો ફરતો થયા બાદ RPF ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.પ્રાથમિક તબક્કે ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

હાલમાં જ પોલીસ કર્મચારીએ એક યુવકની ધરપકડ કરી હતી.પોલીસ ડાયરીમાં યુવકની ધરપકડ બતાવ્યા બાદ તેને કોર્ટમાં કેમ રજુ કર્યો નહી તે અંગે પીઆઇ જે.એલ બૈરવાએ એએસઆઇ નરેન્દ્ર પરમારને ગાળો બોલી હતી.ત્યાર બાદ ચેમ્બરમાં બોલાવીને અસભ્ય શબ્દો બોલીને માર પણ માર્યો હતો.જેના પગલે ઉશ્કેરાયેલા એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલને મીડિયા સાથે પોલીસ ઇન્સપેક્ટરની ચેમ્બરમાં જઇને હોબાળો કર્યો હતો.આ ઉપરાંત પીઆઇ દારૂના નશામાં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

પીઆઇ ચેમ્બરમાં હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇ પહોંચી ગયા હતા.એએસઆઇ ઉશ્કેરાઇને વાતો કરી રહ્યા હતા.દારૂ પીને આવેલા પીઆઇની તપાસની માંગણી કરતા હતા.ત્યારે જ કોન્સ્ટેબલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે, તમે મને નોકરીમાંથી શું કાઢશો હું જ નોકરી છોડી રહ્યો છું.તેમ કહીને બેલ્ટ કાઢીને પીઆઇ સામે પછાડ્યો હતો.ત્યાર બાદ પીઆઇને માર મારવાની ધમકી પણ આપી હતી.

PayTmના 10.39 લાખ નાના રોકાણકારો માટે વધુ એક માઠા સમાચાર!
ઓમિક્રોનના જોખમ પર AIIMS પ્રમુખે આપી ‘ચેતવણી’- કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહો
દરેક બાબતે પોતાનો ઓપિનિયન આપતી કંગના માત્ર આટલા જ ધોરણ ભણેલી છે, માન્યામાં નહીં આવે
ભરૂચ આપ પાર્ટીનો પૂર્વ કોર્પોરેટર નીકળ્યો વ્યાજખોર,કોન્ટ્રાક્ટરને 10 લાખ આપી ઘર પચાવી પાડ્યું
હેલ્લો કંટ્રોલ રૂમ : સલાબતપુરાના PSI પનારા દારૂના નશામાં ફરજ પર છે ! પૂર્વે કોર્પોરેટરે ફોન કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરા રેપ કેસ : પીડિતા જે ઘરમાં રહેતા ત્યા અધિકારીઓ-શ્રીમંતો પણ રંગરેલિયા મનાવતા, પોલીસને હની ટ્રેપની શંકા
Next Article 7 કાચબા પર તાંત્રીક વિધિ અને પછી ચેતન પટેલના ઘરે થયો રૂપિયાનો વરસાદ અને..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up