By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દારૂ પીવાય એટલો પીવો અને એ પણ ખુલ્લેઆમ : AAPના જગમલ વાળાએ ગેરંટી આપતા મચ્યો હોબાળો ! : જુઓ VIDEO
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > દારૂ પીવાય એટલો પીવો અને એ પણ ખુલ્લેઆમ : AAPના જગમલ વાળાએ ગેરંટી આપતા મચ્યો હોબાળો ! : જુઓ VIDEO
GeneralPoliticsSaurashtra

દારૂ પીવાય એટલો પીવો અને એ પણ ખુલ્લેઆમ : AAPના જગમલ વાળાએ ગેરંટી આપતા મચ્યો હોબાળો ! : જુઓ VIDEO

HM News
Last updated: 22/09/2022 11:07 AM
HM News
3 years ago
Share
SHARE

– દારૂ આપણને પી જાય છે પણ આપણે દારૂને પીવાનો છે : જગમલ
– ગુજરાતમાં દારૂબંધી વચ્ચે આપના નેતાએ દારૂ પીવાની સલાહ આપી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટી દ્વારા પોતાની પાર્ટીની સારી છબી બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.તેવામાં આમ આદમી પાર્ટીના ગીર સોમનાથના ઉમેદવારે કંઈક એવું કીધું કે સાંભળીને બધાના હોશ જ ઉડી ગયા.આમ આદમી પાર્ટીના આ નેતાના શબ્દોએ એક નવો વિવાદ સર્જાયો હોય તેમ જોવા મળી રહ્યું છે.ગુજરાતમાં દારૂબંધી વચ્ચે આમ આદમી પાર્ટીના એક નેતાનો બફાટ સામે આવ્યો છે.આમ આદમી પાર્ટીના નેતા જગમલ વાળાનો દારૂ અંગે વાણીવિલાસ સામે આવતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.આમ આદમી પાર્ટીના આ નેતાએ ચૂંટણીના પ્રચારમાં જાહેરમાં જ લોકોને ખુલ્લેઆમ દારૂ પીવાનું કહી રહ્યા છે.તેમના દ્વારા કહેવામાં આવે છે કે, દારૂ પીવાય એટલો પીવો.દુનિયાભરના દેશોમાં દારૂ પીવાય છે.મોટા-મોટા IPS, IAS, મોટા ડોકટરો,અધિકારીઓ પણ દારૂ પીવે છે.દેશભરમાં દારૂની છૂટ એટલે સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી.

વધુમાં જગમલ વાળા દ્વારા કહેવામાં આવે છે કે, આખી દુનિયામાં દારૂ પીવાની છૂટ છે.આપણા દેશમાં 140 કરોડની વસતી છે.એમાં પણ આખા દેશમાં દારૂ પીવાની છૂટ છે.ગુજરાતમાં સાડા 6 કરોડની વસતી છે.જેમાં દારૂબંધી છે.એટલે સાબિત થઈ જાય છે કે, દારૂ ખરાબ નથી.પણ દારૂ આપણને પી જાય છે.આપણે દારૂને પીવાનો છે.મહત્વનું છે કે,આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં જોઈ શકાય છે કે, કોઈ સભામાં તેઓ ઉપસ્થિત રહીને આ પ્રકારની વાતો કરી રહ્યા છે.વિડીયોમાં અન્ય લોકો પણ જોવા મળી રહ્યા છે.વિડીયોમાં જોઈ શકાય છે કે, આખી દુનિયામાં દારૂ પીવાની છૂટ છે.જેથી તમે પણ જેટલો પીવો હોય એટલો દારૂ પીવો જેવી વિવાદીત વાત કરવામાં આવી રહી છે.જેને લઈને એક નવો વિવાદ ઉભો થતો જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાંથી અગાઉ અમદાવાદના ઉમેદવાર દારૂ અને હુક્કાની પાર્ટીની મજા માણતો હોવાની તસવીરો સામે આવી હતી.ત્યારે ફરી એકવાર આપના જ ઉમેદવાર દ્વારા દારૂ પીવો જોઈએ જેવી વાતો કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવીને મોટી-મોટી વાતો કરે છે.ગેરંટી કાર્ડ આપી રહ્યા છે.જ્યારે તેમના જ ઉમેદવારો દ્વારા આવી હરકતો કરાતા આમ આદમી પાર્ટી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

વરાછામાં શિક્ષકોની ઘટ મુદ્દે વાલીઓએ કહ્યું, અમને સમસ્યા નથી, તમારે શું વાંધો છે ?
પત્નીને દોઢ કરોડ આપીને પ્રેમ ખરીદ્યો, પત્ની મકાન અને 27 લાખ રોકડા લઈને રાજી
કોંગ્રેસ માટે રચાયેલી મારી લીડરશીપ રણનીતિમાં રાહુલ-પ્રિયંકા નથી : પ્રશાંત કિશોર
કોરોનાગ્રસ્ત બાળકને મુકી માતા-પિતા ફરાર : વોર્ડ બોયે અંતિમવિધિ કરી
ફરી આરબીઆઇના SARPLUS FUND પર કેન્દ્રની નજર
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં લીફ્ટમાં કિશોરી સામે પેન્ટ ઉતારનાર એન્જીનીયર યુવકનો વિડિઓ આવ્યો સામે : જુઓ ફૂટેજ
Next Article સુરતના આ શિવ મંદિરમાં આરતી સમયે શ્વાન પણ ભજવે છે અનોખી ભક્તિ : જુઓ વિડિઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up