ધોળકા પોલીસે શહેરી વિસ્તારમાં જિલ્લા પોલીસવડાની સૂચનાથી પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.જેમાં ધોળકા શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ધોળકા પોલીસે કલીકુંડ ખેડા હાઈવે રોડ ઉપર પુલેન સર્કલ નજીક હાઈવે પરથી ધોળકા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ નિરવ બાલકૃષ્ણ ભાઈ(ભાટીયા) કા. પટેલને એક થેલામાં ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 1500 તથા એક મોબાઇલ કિંમત રૂપિયા 10,000 સહિત કુલ રૂપિયા 11,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તેઓની સામાજિક પ્રવૃત્તિમાં સંડોવણી બહાર આવતાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરુદ્ધનું કાર્ય કરેલું હોવાથી બુધવારે નીરવ ભાટિયાને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા હતા.આમ ભાજપના પ્રમુખ દારૂ સાથે ઝડપાતા ભાજપના હોદ્દેદારો સહિત આગેવાનોમાં અનેક ચર્ચાઓ વહેતી થવા લાગી છે.આમ બુટલેગરો દ્વારા ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે.ત્યારે પોલીસ વધુ સતર્ક બની રહી છે.ધોળકા નગર અને તાલુકામાં આ બનાવ ટોક ઓફ ટાઉન પર પહોંચી ગયો છે.ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવા ટાઉન પીઆઇ તડવીની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.


