નવી દિલ્હી : દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા(EOW)એ નયતિ હેલ્થકેરના ચેરમેન અને પ્રમોટર તથા જાણીતા કોર્પોરેટ લોબિઇસ્ટ નીરા રાડિયા અને અન્ય ચાર વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. ઓર્થોપેડિક સર્જન રાજીવ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
દિલ્હી પોલીસની આિર્થક અપરાધ શાખાએ ગુરૂગ્રામની નયતિ હેલ્થકેર અને એક અન્ય કંપની નારાયણી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ પર 300 કરોડ રૂપિયાથી વધુની બેંક લોનની રકમનો દુરૂપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.
નયતિ અને નારાયણી પર ગુરૂગ્રામની વિમહંસ હોસ્પિટલ અને દિલ્હીની પ્રિમામેદ હોસ્પિટલના પ્રોજેક્ટમાં 2018 થી 2020 દરમિયાન 312.50 કરોડ રૂપિયાની રકમની ઉચાપતનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કંપનીઓએ વિભિન્ન પ્રસિદ્ધ કોન્ટ્રાકટરોના નામે નકલી ખાતા ખોેલીને આ ખાતાઓમાં લોનના નાણા ટ્રાન્સફર કરી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. રાજીવ શર્માએ પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે 400 કરોડ રૂપિયાથી વધુની લોન અને ઇક્વિટીના નાણાંની ઉચાપત કરવામાં આવી છે અને બીજી તરફ ગુરૂગ્રામ હોસ્પિટલની બિલ્ડિંગની સિૃથતિ અગાઉથી પણ ખરાબ થઇ ગઇ છે.
નયતિ હેલ્થકેર એક નિવેદન જારી કરી કરીને જણાવ્યું હતું કે ડો. શર્મા બોર્ડના સભ્ય હોવાને લીધે કંપનીના તમામ કાર્યો માટે એક પક્ષકાર અને હસ્તાક્ષરકર્તા હતાં. ફોરેન્સિક ઓડિટમાં શર્માના સંચાલનની અનેક ગેરરીતિઓ સામે આવી છે.