– કોંગ્રેસ નેતાનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન
– મહિલાઓ સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડવા કાર્યકરોને અપીલ, વીડિયો વાયરલ
ભોપાલ : સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહનું એક વિવાદાસ્પદ નિવેદન વાયરલ થયું છે.જેમાં તેઓ કહી રહ્યા છે કે 40થઈ 50 વર્ષની મહિલાઓ જ વડાપ્રધાન મોદીથી પ્રભાવિત છે.જીન્સ પહેરનારી અને મોબાઇલનો ઉપયોગ કરનારી યુવતીઓ મોદીથી પ્રભાવિત નથી.
ઉલ્લેખનીય છે કે ભોપાલમાં આ નિવેદન પહેલાં તેમણે કાર્યક્રમમાં સાવરકર અને ગૌમાંસ અંગે આપેલા એક નિવેદનના કારણે પણ હાલ ઘણો વિવાદ ચાલી રહ્યો છે.આ વીડિયોમાં તેઓ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના એક નિવેદનને પણ તેઓ ટાંકી રહ્યા છે.તેઓ મહિલા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોને અપીલ કરી રહ્યા છે કે આ વયજૂથની મહિલાઓ સુધી કોંગ્રેસની વાત પહોંચાડવી જરૂરી છે. 40થી 50 વર્ષના વયજૂથની મહિલાઓ સોશિયલ મીડિયા પર વધારે સક્રિય છે અને તેઓ મોદીથી વધારે પ્રભાવિત છે.તેથી આ મહિલાઓ કોંગ્રેસની વિચારધારા સમજે અને કોંગ્રેસ સાથે જોડાય તે માટે કામગીરી કરવાની જરૂર છે.
આ નિવેદન પહેલાં તેમણે આ જ કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે હિન્દુત્લ વિચારક વિનાયક સાવરકરે ગૌપૂજાનું સમર્થન કર્યુ નહોતું અનેતેમણેપોતાના પુસ્તકમાં લખ્યું હતું કે ગૌમાંસ ખાવામં કંઇ ખોટું નથી.ઉપરાંત દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે સાવરકરે તેમના પુસ્તકમાં એ પણ સ્પષ્ટ રીતે લખ્યું છે કે હિન્દુ ધર્મને હિન્દુત્વ સાથે કોઇ લેવા-દેવા નથી.

