– ભાજપનાં દિનુ મામા સામે વર્ષ 2017માં કોંગ્રેસના જશપાલસિંહ પઢીયારનો વિજય થયો હતો
– વર્ષ 2022- વિધાનસભામાં ભાજપે દિનુ મામાની હકાલપટ્ટી કરતા અપક્ષ ઉમેદવારી નોંધાવી
ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા તમામ રેકોર્ડ તોડી 150 થી વધુ સીટો મેળવે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે.ત્યારે વડોદરા ગ્રામ્યની પાંચ વિધાનસભા બેઠકો પૈકીની પાદરા બેઠક જે વાઘોડીયા બાદ ચર્ચાસ્પદ રહી છે,ત્યાં ફરી એક વખત ભાજપે જીત હાસીલ કરી છે.ઉલ્લેખનીય છે કે, પક્ષ સામે બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દિનુ મામા ભાજપનુ સહેજ પણ કશુ બગાડવામાં સફળ રહ્યાં નથી અને કોંગ્રેસ હસ્તકની આ બેઠક પર પણ ભાજપે આખરે ભગવો લહેરાવી દિધો છે.જાણો ભાજપના ઉમેદવારે જીત બાદ શું કહ્યુ.
અહીં વાત છે વડોદરા ગ્રામ્યની પાંચ વિધાનસભા બેઠકો પૈકીની એક પાદરા બેઠકની,જ્યાં વર્ષ 2017માં ભાજપમાંથી દિનુ મામાની સામે કોંગ્રેસના જશપાલસિંહ પઢીયાર વચ્ચે જંગ ખેલાયો હતો.જેમાં પાદરાની જનતાએ દિનુ મામાને ઘેર ભેગા કરવાનો નિર્ણય કરી લેતા કોંગ્રેસના જશપાલસિંહનો ભવ્ય વિજય થયો હતો.વિધાનસભા 2022માં પાદરા બેઠક પરથી ફરી એક વખત પક્ષ દિનુ મામાને ટીકિટ આપે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહીં હતી.પરંતુ વાઘોડીયાની જેમ પાદરાના દિનુ મામાનુ પણ ભાજપે પત્તુ કાપી એક નવો અને યુવાનો ચેહરો (ચૈતન્ય ઝાલા)ને મેદાનમાં ઉતાર્યો હતો.જેથી ભાજપના કેટલાક સભ્યોમાં નારાજગી તો વ્યાપી પરંતુ દિનુ મામાએ પક્ષ સામે બળવો પોકારી અપક્ષ ઉમેદાવારી નોંધાવી હતી.
દિનુ મામાએ અપક્ષ ઉમેદવારી નોંધવતા રાજકીય મોર્ચે ચર્ચા હતી કે, દિનુ મામા ભાજપને ક્યાંક ને ક્યાંક નુકશાન પહોંચાડશે અને ફરી એક વખત પાદરા બેઠક કોંગ્રેસ હસ્તક થશે,પરંતુ આજે પરિણામે જાહેર થતાં તદ્દન વિપરીત પરિણામ જોવા મળી રહ્યું છે.જેમાં પાંચ વર્ષ દરમિયાન જીત હાસીલ કર્યા બાદ પણ પાદરાની જનતાને ખુશ કરી ન સકનાર જશપાલસિંહને આ વખતે પાદરાની જનતાએ ઘર ભેગા કરી દીધા છે.
હાલની મતગણતરી મૂજબ
1) ચૈતન્યસિંહ ઝાલા (ભાજપા) – 63,561
2) જશપાલસિંહ પઢીયાર (કોંગ્રેસ) – 58,121
3) દિનુ મામા (અપક્ષ) – 49,940