સુરત તા.25 : દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કાલે તા.26ને શુક્રવારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે.કાલે સવારે 8:00 કલાકે સુરત એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચશે ત્યાં આપ પાર્ટીના આગેવાનો સાથે બેઠક બાદ બપોરે 3:00 કલાકે સુરત વરાછા મીની બજારથી સરથાણા જકાતનાકા સુધી રોડ શો યોજી જાહેરસભાને સંબોધન કરશે.રોડ શો મીની બજાર, હિરાબાગ,રચના સર્કલ,કારગીલ ચોક,કિરણ ચોક,યોગી ચોક,સીમાડા નાકા,સરથાણા જકાતનાકા સુધી સુરતની જનતાનું અભિવાદન ઝીલશે.ત્યારબાદ જાહેરસભાને સંબોધી સાંજે 7 કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.


