– દરોડા દરમિયાન CBIને ભ્રષ્ટાચાર સાથે સબંધિત પગાર વધારાના દસ્તાવેજ મળ્યા છે
નવી દિલ્હી, તા. 30 માર્ચ 2023, ગુરૂવાર : CBIએ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના એક ડોક્ટર સાથે સબંધિત કથિત ભ્રષ્ટાચાર મામલે અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ માહિતી અધિકારીઓએ આપી છે.તેમણે જણાવ્યું કે, ગુપ્ત સૂચનાના આધારે ભ્રષ્ટાચાર મામલે ડોક્ટર અને કેટલાક વચેટિયા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના રડાર પર આવી ગયા હતા.દરોડા હજુ પણ ચાલુ જ છે.અધિકારીઓએ હાલમાં આ મામલે વધુ જાણકારી શેર કરવાનો ઈનકાર કર્યો છે.
CBIના એક અધિકારીએ જણાવ્યું કે, દરોડા દરમિયાન CBIને ભ્રષ્ટાચાર સાથે સબંધિત પગાર વધારાના દસ્તાવેજ મળ્યા છે.દસ્તાવેજ જપ્ત કરી લેવામાં આવ્યા છે.અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્રીય એજન્સીએ ન્યૂરોસર્જરી વિભાગના એક ડોક્ટર અને વચેટિયાઓ સહિત કેટલાક લોકોને પકડ્યા છે.