નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 7 દિવસના NIA રિમાન્ડ પર મોકલી દીધા છે.બિશ્નોઈ હાલમાં પંજાબની ભટિંડા જેલમાં બંધ છે.કોર્ટે NIAને રિમાન્ડની મુદત પૂરી થયા બાદ કોર્ટમાં પુરાવા રજૂ કરવા જણાવ્યું છે.લોરેન્સ બિશ્નોઈને મંગળવારે (18 એપ્રિલ) દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.અહીં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી,જેને કોર્ટે સ્વીકારી લીધી હતી.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIAએ લોરેન્સ બિશ્નોઈના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.ડિસ્ટ્રિક્ટ જજે કેસને સ્પેશિયલ NIA કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો.
લોકોને બળવો કરવા ઉશ્કેરણી : ફરિયાદ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ગયા વર્ષે ડિસેમ્બરમાં નોંધાયેલા કેસની તપાસ કરવા માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડની માંગ કરી રહી છે. FIR અનુસાર, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ,ખાલિસ્તાન લિબરેશન ફોર્સ જેવા પ્રતિબંધિત જૂથોના ઓપરેટિવ્સે દેશ વિરુદ્ધ યુદ્ધ કરવા માટે નેટવર્ક બનાવ્યું છે.આ નેટવર્ક લોકોને દેશ સામે બળવો કરવા માટે ઉશ્કેરી રહ્યા છે.
NIA seeks seven-day custody of gangster Lawrence Bishnoi who is being presented before Delhi's Patiala House court today
Bishnoi is currently lodged in Bathinda Central Jail.
— ANI (@ANI) April 18, 2023
NIA કસ્ટડીની માગ કરે છે કારણ કે…
ફરિયાદ પ્રમાણે આ લોકો આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે,જોકે NIAએ ઉત્તર ભારતમાં સક્રિય સંગઠિત અપરાધ સિન્ડિકેટ અને મોહાલીમાં RPG હુમલા સંબંધિત કેસમાં બિશ્નોઈની કસ્ટડી પહેલેથી જ લઈ લીધી છે.પરંતુ આ વખતે NIA એવા કેસમાં બિશ્નોઈની કસ્ટડીની માંગ કરી રહી છે જ્યાં તે તપાસ કરી રહી છે કે વિદેશમાં સ્થિત આતંકવાદીઓ દ્વારા ભારતમાં કેટલા મોટા ગુનેગારોનો ઉપયોગ કરવામાં આવે છે.