તબલીગી જમાતના લોકો ક્વારેન્ટાઇન સેન્ટરમાં મેડિકલ સ્ટાફને કેવું હેરાન કરી રહ્યા છે તેનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના નરેલામાં આવેલા ક્વારેન્ટાઇન સેન્ટર તરફથી એક એફઆઇઆર નોંધાઇ છે, જેમાં તબલીગી જમાતના બે લોકોનું નામ છે. બંને પર આરોપ છે કે તેમણે સ્ટાફને હેરાન કરવા માટે એ રૂમની બહાર જ પૉટી કરી દીધી જ્યાં તેમને રાખવામાં આવ્યા હતા.
પોલીસે એફઆઇઆરના મતે આ ઘટના 4 એપ્રિલની છે. જે બે લોકોની વિરૂદ્ધ ફરિયાદ કરાઇ છે તે બંને તબલીગી જમાતના દિલ્હી કાર્યક્રમમાં સામેલ થયા હતા. હાલ તેમને નરેલા સેન્ટરમાં રખાયા છે. ફરિયાદમાં એમ પણ કહ્યું કે બંને મેડિકલ ટીમની વાત માની રહ્યા નથી. આથી સેન્ટરમાં હાજર બીજા લોકોને પણ ખતરો છે. ફરિયાદમાં બંનેના નામ પણ આપ્યા છે.
ફરિયાદમાં કહેવાયું છે કે 4 એપ્રિલના રોજ સેનેટિઝેશન દરમ્યાન સ્ટાફે કહ્યું કે કેટલાંક લોકોએ રૂમ નંબર 212ની બહાર પૉટી કરી દીધી છે. FIRમાં રૂમમાં રહેનાર બે શખ્સના નામ છે. તેમાં મોહમ્મદ ફહદ (25 વર્ષ) અને ઝહીર (18 વર્ષ)ના સામેલ છે. બંને બારાંબકીના કહેવાય છે. આગળ લખ્યું છે કે બંને પર જ પૉટી કર્યાની શંકા છે, આ બંને મેડિકલ સ્ટાફની સલાહ પણ માનતા નથી આથી બીજા લોકો પર પણ ખતરો છે.
18મી માર્ચના રોજ દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલા મરકઝમાં તબલીગી જમાતનો એક કાર્યક્રમ થયો હતો, જેમાં અંદાજે 3000 લોકો સામેલ થયા હતા. તેમાં ઇન્ડોનેશિયા, મલેશિયાથી આવેલા લોકો પણ સામેલ હતા. ગયા સપ્તાહે જ ખબર પડી કે મરકઝમાં લોકડાઉન છતાંય હજારો લોકો ભેગા થયા ત્યારબાદ તેમને કાઢવાની કવાયદ શરૂ થઇ. તેમાંથી અંદાજે 2300 લોકોને કાઢવામાં આવ્યા. તમામને અલગ-અલગ ક્વારેન્ટાઇન સેન્ટરમાં રાખ્યા છે.
નરેલા આઇસોલેશન કેમ્પ સંભાળી રહી છે આર્મી
નરેલા આઇસોલેશન કેમ્પને હવે ઇન્ડિયન આર્મી સંભાળી રહી છે. આ પહેલો આઇસોલેશન કેમ્પ છે જ્યાં આર્મીની ડૉકટર્સ માટે મદદ માંગવામાં આવી હતી. રવિવાર સુધી નરેલા આઇસોલેશન કેમ્પમાં ઇન્ડિયન આર્મીના કુલ 4 ડૉકટર, 8 નર્સિગ સ્ટાફ અને સિક્યોરિટી સ્ટાફ હાજર હતો. સોમવાર સવારે નક્કી કરાયું કે હવે આખા કેમ્પને ઇન્ડિયન આર્મીની મેડિકલ ટીમ સંભાળશે. ત્યારબાદ આર્મીની ડૉકટરની સંખ્યા વધારવાનું શરૂ થઇ ગયું છે. આર્મીની કુલ અંદાજે 80 લોકોની ટીમ નરેલા આઇસોલેશન કેમ્પમાં મોકલી રહ્યા છે. નરેલા કેમ્પમાં 1200થી વધુ કોરોના શંકાસ્પદોને રાખવામાં આવ્યા છે. તેમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા મરકઝ આવનારી જમાતના જલસામાં સામેલ થનારા લોકો પણ છે.