નવી દિલ્હી : રાષ્ટ્રના પાટનગરમાં કોરોનાનો કેર હજી વકરી રહ્યો છે એવું લાગે છે કે, કોરોના ફરી ત્યા આવી ગયો છે.મંગળવારે કુલ નવા ૧૨૦૪ કેસો નોંધાયા છે.૧ દર્દીનું મૃત્યુ પણ થયું છે.દિલ્હીમાં આજ સુધીમાં પોઝિટિવીટી રેઇટ ૪.૬૪%થી ઉપર ગયો છે.એક્ટિવ કેસ પણ વધીને ૪,૫૦૦થી ઉપર ગયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક બુલેટિન પ્રમાણે આ આંકડા આપવામાં આવ્યા છે.બુલેટિન વધુમાં જણાવે છે કે, આજે (મંગળવારે) ૮૬૩ રોગીઓ સાજા થયા છે હજી સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૮,૭૭,૦૯૧ થઈ છે.૩,૧૯૦ હોમ આઇસોલેશનમાં છે.કોરોના સંક્રમિતોના એક્ટિવ કેસ વધીને ૪,૫૦૮ થયા છે.પરંતુ ૧૮,૪૬,૪૧૪ દર્દીઓ સાજા પણ થયા છે.જો કે, કુલ મૃત્યુઆંક તો ૨૬,૧૬૯ સુધી પહોંચી ગયો છે.આરોગ્ય વિભાગ જણાવે છે કે ૨૪ કલાકમાં દિલ્હીમાં ૨૫,૯૬૩ કેસ કરવામાં આવ્યા છે.જ્યારે કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા ૮૦૦ નજીક પહોંચી ગઈ છે.દિલ્હીમાં સોમવારે ૧,૦૧૧ નવા કેસ નોંધાયા હતા. ૧નું મૃત્યુ થયું હતું.રવિવારે ૧૦૮૩ કેસ થયા હતા તે દિવસે પણ એકનું મૃત્યુ થયું હતું. શનિવારે કોવિદ-૧૯ના ૧૦૯૪ નવા કેસ નોંધાયા હતા.