રાજધાની દિલ્હીમાં રવિવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા એક મહિનામાં ત્રીજી વખત આજે દિલ્હીમાં આવ્યા હતા. આ વખતે 3.5ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો.તેનું સેન્ટર દિલ્હીની પાસે ગાઝીયાબાદ હોવાનું કહેવાઈ રહ્યુ છે.આ પહેલા 12 અને 13 એપ્રિલે દિલ્હી-એનસીઆરમાં સતત બે દિવસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો ઝટકો 12 એપ્રિલના રોજ 3.5 ની તીવ્રતાની ગતિએ આવ્યો હતો અને બીજો ઝટકો પાંચ કિલોમીટરની ઉંડાઈ પર 2.7 ની તીવ્રતા સાથે આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્ર છેલ્લી વખત દિલ્હી હતું.