ન્યુ દિલ્હી,તા.૨૬
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે હિંસા પ્રભાવિત ઉત્તર પૂર્વી દિલ્હીના સીલમપુર અને મૌજપુરનો પ્રવાસ કર્યો છે. આ પહેલા તેમણે સીલમપુર ડીસીપી ઓફિસમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ અજિત ડોભાલ સ્થાનિક નાગરિકોને મળ્યા હતા. અજિત ડોભાલે એક મહિલા સાથે વાત કરતા કહ્યુ કે, ‘પ્રેમની ભાવના બનાવી રાખો, અમારો એક દેશ છે, અમારે બધાએ મળીને રહેવુ જોઇએ. દેશને મળીને આગળ વધારવાનું છે. આ દરમિયાન ત્યા રહેલા લોકોએ કહ્યુ કે, ‘તમારા હોવાને કારણે અમને કોઇ પરેશાની નથી, તમે આવી ગયા તો અમારામાં તાકાત આવી ગઇ.’ ડોભાલે આ દરમિયાન કહ્યુ કે સ્થિતિ પુરી રીતે કાબુમાં છે. ડોભાલે લોકો સાથે વાત કરતા કહ્યુ કે કોઇ પણ તકલીફ થઇ તો અમને જણાવો, અહી પુરી ફોર્સ તમારા માટે તૈનાત છે.
ડોભાલ રાત્રે સાડા ૧૧ વાગ્યે સીલમપુર ડીસીપી ઓફિસ પહોંચ્યા અને ૧૨ઃ૩૦ સુધી બેઠક બાદ ૮ કિલોમીટર સુધીની સફર ખેડીને તનાવપૂર્ણ વિસ્તારોમાં ગયા. જ્યાં તેઓ ભજનપુરા, મૌજપુર અને યમુના વિહાર જેવા વિસ્તારોમાં પણ ગયા. તેમણે ગાડીમાં બેસીને જ સ્થિતિનું નિરિક્ષણ કર્યું.
દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારમાં એનએસએ ડોભાલે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી
Leave a Comment