નવી દિલ્હી, તા. 12 માર્ચ 2022, શનિવાર : દેશની રાજધાની દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં મોટી દુર્ઘટના બની છે.ત્યાં મોટી રાત્રે ઝૂપડપટ્ટીમાં આગ લાગી ગઈ હતી.આ દુર્ઘટનામાં 7 લોકોની મોત થઈ ગઈ હતી.મળતી માહિતી પ્રમાણે આગ લાગ્યા બાદ તરત જ ઘટનાની સૂચના ફાયર વિભાગને આપવામાં આવતા તાત્કાલિક ફાયર બ્રિગોડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
દિલ્હી ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે આ ઘટના ગઈ રાતે બની હતી.તેમને સૂચના મળી હતી કે,ગોકુલપુરીમાં આગ લાગી ગઈ છે.સૂચના મળતા જ તાત્કાલિક અસરથી ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.આ દરમિયાન ફાયર સર્વિસને 7 બળેલા મૃતદેહો મળ્યા હતા.દિલ્હી ફાયર વિભાગે આ 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે,સવારમાં જ આ દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા છે, હું પોતે ત્યાં જઈને પીડિતોને મળીશ.
પોલીસે જણાવ્યું કે,મોડી રાત્રે અમને ગોકુલપુરીની ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની માહિતી મળી હતી.અમે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ સાથે સંકલન કર્યું અને ઘટનાસ્થળે પહોંચી લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. સાથે જ જણાવ્યું કે,ઘટનાસ્થળેથી 7 બળેલા મૃતદેહો મળી આવ્યા હતા.

