ભાવનગર, તા. 15 ફેબ્રુઆરી, 2022, મંગળવાર : દિલ્હી-જયપુર રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 1 આરોપી અને 4 પોલીસકર્મી સહિત 5 લોકોના મોત થયા છે.આ પોલીસ કર્મીઓ દિલ્હી તપાસમાં ગયા હતા અને એક આરોપીને લઈને ભાવનગર પરત આવી રહ્યા હતા.આ મૃતક પોલીસ કર્મીઓ ગુજરાતના ભાવનગરમાં પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા. આ અકસ્માત ભબરૂ થાણે વિસ્તારમાં સર્જાયો હતો.જેના કારણે ભાવનગર પોલીસ બેડામાં શોકનો માહોલ સર્જાયો છે. ત્રણ દિવસ પૂર્વે ચોરીના કેસની તપાસમાં ભરતનગર પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મચારી દિલ્હી ગયા હતા.આ મૃતક પોલીસકર્મીઓ ભાવનગરમાં ફરજ બજાવી રહ્યા હતા.સમાચાર મળતા જ ભાવનગર પોલીસબેડામાં શોકનો માહોલ સર્જાયો છે.અધિકરીઓ જયપુર રવાના થઈ ગયા છે.
11 વર્ષ પૂર્વે 28 એપ્રિલ 2011 ના રોજ આવી જ એક ચકચારી ઘટના બની હતી. LCB, SOG ના ચાર પોલીસ કર્મચારી ભૂપત આહિરના દિકરાને કેસની તપાસ અર્થે બહારગામ સાથે લઈને ગયા હતા તે દરમિયાન વટામણ અને તારાપુર રોડ પર ટ્રક સાથે પોલીસની ગાડી અથડાતા અકસ્માતમાં ચારેય પોલીસ કર્મચારીના મોત નીપજ્યા હતા.એટલે એમ કહી શકાય કે આ ઘટના ફરીથી આપણી સમક્ષ બેવડાઈ છે.
મૃતક પોલીસ કર્મીઓના નામ
1. શક્તિસિંહ યુવરાજ સિંહ ગોહિલ ભીકડા
2. ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરા
3. ઇરફાનભાઇ આગવાન
4.મનુભાઇ બામભાણીયા