નવી દિલ્હી તા. ૩૦ : પાટનગર દિલ્હી અને હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે.આ રાજ્યોમાં વરસાદે લોકોને ભીષણ ગરમીમાંથી રાહત આપી.જ્યારે ઉત્તરપ્રદેશ અને મધ્યભારતના અનેક ભાગોમાં ગરમી પડી રહી છે.વાતાવરણમાં પલટાના લીધે રાજસ્થાનના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે,દક્ષિણ – પશ્ચિમ વરસાદના એક જૂને કેરળમાં દસ્તક આપવાની સંભાવના છે. હવામાન વિભાગના મુજબ દિલ્હીના વધુ પડતા ભાગોમાં કડાકા – ભડાકા સાથે વરસાદ થયો છે.હવામાન વિભાગે દિલ્હીમાં આંધી – તોફાન અને હળવા વરસાદની આગાહી કરી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને હરિયાણા તેમજ પંજાબના કેટલાક ભાગોમાં હવામાને કરવટ બદલી છે.આ રાજ્યોમાં થયેલા વરસાદે લોકોને ભીષણ ગરમીમાંથી રાહત આપી, જ્યારે ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં ભીષણ ગરમી રહી.હવામાન વિભાગના અનુસાર,મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ચંદ્રપુર દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું,જ્યાં અધિકતમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું.હવામાનમાં આવેલા ફેરફારથી રાજસ્થાનના લોકોને ધગધગતી ગરમીમાંથી રાહત મળી જ્યાં અધિકતમ તાપમાનમાં છ થી સાત ડિગ્રી સેલ્સિયસની કમી આવી છે.જો કે, તેમ છતા રાજ્યમાં મોટાભાગના સ્થળો પર અધિકતમ તાપમાન 40 ડિગ્ર સેલ્સિયસથી ઉપર ગયું છે.રાજસ્થાનમાં થોડાક દિવસો પહેલા અધિકતમ તાપમાન 50.0 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું.
તેલંગાણા અને વિદર્ભને છોડીને દેશને ઘણા ભાગોમાં લૂનો પ્રકોપ ઓછો
આઈએમડીએ કહ્યું કે તેલંગાણા અને વિદર્ભને છોડીને કાલે દેશના મોટાભાગના વિસ્તારોમાં લૂ નો પ્રકોપ ઓછો થઈ ગયો.આઈએમડીએ કહ્યું કે 30મે થી બે જૂન દરમિયાન દેશના કોઈ પણ ભાગોમાં લૂ ની આશંકા નથી.
એક જૂને ચોમાસુ કેરળ પહોંચશે
હવામાન વિભાગે પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું એક જૂને કેરળમાં પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુસાર, દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો, અધિકતમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જે સામાન્યથી ત્રણ ડિગ્રી ઓછું છે.
સફદરજંગ વેધશાળાએ ગુરૂવારે અધિકતમ તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતું. હવામાન વિભાગે શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વાવાઝોડા સાથે વરસાદ થવાનું અનુમાન લગાવ્યું છે.

